Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 371
________________ યાત્રાત્રિ ]. . ૨૮૭ રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા જાણે નીલ વસ્ત્રોથી પૂજાયેલી હોયને શુ એવી રીતે શેભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકે કરી ત્યારે તે દીપતી ઔષધિવાળા પર્વતની ટૂક માફક શોભતી હતી. અરિહંતના પરમ ભકત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી અશ્વની માફક આગળ આવી પિતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસી જનની સ્ત્રીઓએ હલ્લીસક રાસ શરૂ કર્યો. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીતે ગાવા લાગી. પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડયો. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતે રથ દરરેજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતું હતું. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થતું. અને ફણસ ફળની માફક સર્વીગે વિકસ્વર રોમરાજીવાળ થઈ ત્યાં આવતે અને પછી નવા આનંદ રૂપ સરોવરમાં હંસની માફક ક્રીડા કરતે સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થએલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. મહાપદ્યચકી અને કુમારપાળે કરેલ રથયાત્રા. મહાપદ્ય ચક્રીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારુ ઘણા આઈબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે –ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહોરે જાણે ચાલતે મેરૂ પર્વતજ હેયને શું! એ અને સુવર્ણમય હેટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપો એ સુવર્ણમય રથ જ્યારે ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લેકે એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવકે નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પથી પૂજાયેલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતને પૂર્ણ કરતો તે રથ હર્ષથી મંગળ ગીત ગાનારી સુંદર સ્ત્રીઓની સામંતની અને મંત્રીઓની મંડળીની સાથે કુમારપાળના રાજમહેલ આગળ જાય છે. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પિતે પૂજા કરે છે અને વિવિધ પ્રકારનાં ગાયન, નાટક વગેરે કરાવે છે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે છે, અને ફરકતી ધ્વજાએથી જાણે નૃત્યજ કરી રહેલ હાયની ! એવા પટમંડપમાં આવીને રહે છે. પ્રભાત કાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે છે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પિતે આરતી ઉતારે છે. પછી હાથી જોતરેલે રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતે નગરમાં ફરે છે. ઈત્યાદિ રથયાત્રાની વિધિ જાણવી. તીર્થયાત્રા.. હવે ૩ તિર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો સમજવાં. તેમજ તીર્થકરેની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્ય અને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવ સમુદ્રમાંથી તારે છે, માટે તે

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416