________________
૨૮૬.
( શ્રાદ્ધ વિધી તર નોકર પાસે હંમેશાં બહોતેરહજાર ટંકને ચય કરાવી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતું હતું. આ રીતે દર વર્ષે તે શેઠના ત્રણ સાઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળ આભૂનામા સંઘપતિએ ત્રણસો સાઠ સાધર્મિક ભાઈઓને પિતાના સરખા કર્યા. કહ્યું છે કે–તે સુવર્ણ પર્વતનેઝ તથા રૂપાના પર્વતને શું ઉપયોગ? કારણકે, જેને આશ્રય કરી રહેલાં વૃક્ષો તે કાષ્ટમયના કાષ્ટમય જ રહે છે, પણ સેના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે, તેને આશ્રય કરી રહેલાં આંબા લિંમડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે.” સારંગ નામા શ્રેષ્ટિએ પંચપરમેષ્ઠિ મંત્રને પાઠ કરનારા લોકોને પ્રવાહ વડે દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક ચારણને શેઠે ફરી “નવકાર બોલ” એમ ફરી ફરી કહેવાથી તે નવ વાર નવકાર છે, ત્યારે તેણે તેને નવ સેનેયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યને વિધિ કહ્યો છે.
૩ દર વર્ષે ત્રણ યાત્રા કરવી અÉઈ યાત્રા –
* આમજ દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે –૧ અહી યાત્રા, ૨ રથયાત્રા, અને ૩ તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિત જન કહે છે. તેમાં ૧ અઈ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચિત્યપરિપાટ કરવા વગેરે જે અઈયાત્રા તે ચિત્યયાત્રા પણ કહેવાય છે.
રથયાત્રા. સંપ્રતિ મહારાજે કરેલ રથયાત્રા
રથયાત્રા તે હેમચંદ્રસૂરિ વિરચિત પરિશિષ્ટ પર્વમાં કહી છે તે આ પ્રમાણે-પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતીનગરીમાં વસતા હતા. ત્યારે એક વર્ષે સંઘે ચૈિત્ય યાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તિ આચાર્ય પણ નિત્ય સંઘની સાથે ચૈત્ય યાત્રામાં આવી. મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા ન્હાનામાં નાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતે હતે. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી. કારણ કે, યાત્રાને ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા મણિય રનેની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એ સુર્યના રથ સરખે રથ રથ શાળામાંથી નીકળ્યો. વિધિના જાણું અને ધનવાન શ્રાવકે રથમાં પધરાવેલી જિન પ્રતિમાનું સ્નાત્ર પૂજા વિગેરે કાર્ય કર્યું. અરિહંતનું સ્નાન-નાત્ર કર્યું. ત્યારે જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી, તેમ રથમાંથી સ્નાત્ર જળ નીચે પડવા લાગ્યું, તેમજ ભગવાનને કાંઈ વિનંતિજ કરતા હેયને શું! એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવકેએ સુગંધિ ચંદનાદિ વસ્તુથી ભગવાનનેવિલેપન કર્યું. તથા તેઓ વડે માલતી,કમળ વગેરે. ફુલોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે પ્રતિમા સરસ્કાળના મેથી વીંટાચેલી ચંદ્રકળાની માફક શેવા લાગી. બળતા મલયાગિરિના ધૂપથી ઉત્પન્ન થએલી ધૂમાડાની
* મેરૂ પર્વત. * વૈતાઢય પર્વત