________________
નિવાસસ્થાન ]
૩૦૫
પણું ઘર બનાવવામાં વાપરવાં નહિ ૧૩ કેઈ ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર, અને પશ્ચિમ ભાગમાં પિંપળે અને ઉત્તર ભાગમાં પ્લેક્ષનું ઝાડ શુભકારી છે. ૧૪. - ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સુવાનું સ્થાનક, નૈરૂત્ય ખુણામાં આયુધ વગેરેનું સ્થાનક, ૧૫ પશ્ચિમ દિશામાં ભેજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યને સંગ્રહ કરવાનું સ્થાનક, ઉત્તર દિશામાં પાણિયારે અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું ૧૬. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાનક કરવા અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાનક કરવાં ૧૭. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહિં પણ જેમાં સૂર્ય ઉદય થાય છે તે પૂર્વ દિશા ન જાણવી ઈત્યાદિ ૧૮.”
તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં પણ વધુ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઈ ઠેકાણે પણ તેને ઠગવા નહિં, જેટલામાં પિતાના કુટુંબાદિકને સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શેભા વિગેરે દેખાય, તેટલેજ વિસ્તાર (લાંબા પહેળ) ઘર બંધાવવામાં કરે. સંતોષ ન રાખતાં વધારે ને વધારેજ વિસ્તાર કરવાથી નાહક ધનને વ્યય અને આરંભ વગેરે થાય છે. ઘરને બારણું પરિમિત રાખવાં.
ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (પ્રમાણુવાળા) દ્વારવાળું જ જોઈએ. કેમકે, ઘણાં બારણાં હોય તે દુષ્ટ લોકોની આવ જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત (પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણુ મજબૂત કરવાં. તેથી ઘર સુરક્ષિત રહે છે, નહિ તે ઉપર કહ્યા પ્રમાણે સ્ત્રી વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘડાય એવી જોઈએ તેવી સ્થિતિમાં હોય તે સારા; નહિ તે અધિક અધિક જીવ વિરાધના થાય અને જવું આવવું વગેરે કાર્ય જેટલું તરતજ થવું જોઈએ તેટલું શિઘ ન થાય ભીંતમાં રહેનારી ભૂંગળ કઈ પણ રીતે સારી નહિ. કારણકે, તેથી પચેંદ્રિય વગેરે જીવની વિરાધના થવાનો સંભવ રહે છે. એવાં કમાડ પણ કદાચ વાસવાં હોય તે જીવજંતુ વગેરે બરાબર જોઈને જ વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ ખાળ વગેરેની પણ યથાશક્તિ ચતના રાખવી, ઘરનાં પરિમિત બારણાં રાખવાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દળ (પાષણ, ઇંટ અને લાકડાં ) નવાં હોય, ઘણાં બારણું ન હોય, ધાન્યને સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેને છંટકાવ થતો હોય, લાલ પડદે હોય, વાળવું વગેરે સંસ્કાર હમેશાં થતા હોય, ન્હાના હોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય દીપક પ્રકાશિત રહેતું હોય, રેગીની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગએલા માણસોને થાક દૂર કરાતે હોય, તે ઘરમાં લક્ષમી વાસ કરે છે.”
૩૯