________________
નિવાસસ્થાન ],
૩૦૩ મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તે અધમ જાણવી ૩. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાને તેવાં જ રહે છે તે ઉત્તમ ભૂમિ અર્ધી સુકાઈ જાય તે મધ્યમ અને સર્વે સુકાઈ જાય તે અધમ જાણવી ૪ જે ભૂમિમાં વાવેલું ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઉગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી ૫, ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ પિલી હોય તે દારિદ્ર, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તે દુઃખ આપે છે. માટે શલ્ય ઘણાજ પ્રયત્નથી તપાસવું ૬” ભૂમિ ખોદતાં માણસનું હાડકું વગેરે શય નીકળે છે તેથી માણસની જ હાનિ થાય, ગધેડાંનું શલ્ય નીકળે તે રાજાદિકથી ભય ઉત્પન્ન થાય. શ્વાનનું શકય નીકળે તો બાળકનો નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તે ઘરધણી મુસાફરીએ જાય. ગાયનું અથવા બળદનું સત્ય નીકળે તે ગાય બળદોને નાશ થાય અને માણસના કેશ, કપાળ ભસ્મ વિગેરે નીકળે છે તેથી મરણ થાય. ઈત્યાદિ.
ઘરના ગુણદેવને શબ્દ, શુકન, સ્વપ્ન તથા દેવસ્થાનને વિચાર કરી નિર્ણય કરશે. “પહેલો અને ચોથે પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર ધ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે, અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સૂર્ય એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. ૮. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય બ્લવણ જળ. ધ્વજની છાયા, વિલેપન પિતાનું કલ્યાણ ઈચ્છનારે આટલાં વાનાં શંભુનાં હોય તો છોડવા પણ જિનમંદિરના શિખરની છાયા અને અરિહંતમી દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. ૯-૧૦. તેમજ કહ્યું છે કે–‘અરિહંતની પંઠ, સૂર્ય અને મહાદેવ એ બેની દષ્ટિ, અને વાસુદેવને વાસ એ વર્જવાં, ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ૧. ઘરના જમણે પાસે અરિહંતની દષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબે પાસે પડતી હોય તે તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કોઈષ નથી. ૨ શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિ કણ દિશામાં ઘર ન કરવું, કારણકે ખુણામાં ઘર કરવું તે ઉત્તમ જાતિના લોકને અશુભ કારી છે; પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે ૩. રહેવાના સ્થાનકના ગુણ તથા દેવ, શુકન, સ્વમ, શબ્દ વગેરે નિમિત્તના બળથી જાણવા. તૈયાર ઘર ખરીદવું.
સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથીજ ગ્રહણ કરવું. પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહિ, પરાભવ કરી લેવાથી ધર્માર્થ કામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઈંટે, લાકડાં, પથ્થર વગેરે વસ્તુ પણ દેષ વિનાની, મજબૂત હોય તેનું ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી, અગર મંગાવવી. અને તે વસ્તુઓ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી. કેમકે તેથી મહાઆરંભ વગેરે દેષ લાગવાને સંભવ રહે છે.