________________
૨૮૮
[ શાહ વિધિ
જ
ભૂમિએ પણ તીર્થજ કહેવાય છે. આ તીર્થોને વિષે સમ્યકત્વ શુદ્ધિને સારું ગમન કરવું, તે તીર્થયાત્રા કહેવાય છે. તેને વિધિ આ પ્રમાણે છે- “એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહ યાત્રા કરાય ત્યાંસુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. તેમજ પાલખી, સારા ઘેડા, પલંગ વગેરે સમગ્ર દ્ધિ હોય તે પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢય શ્રાવકને પણ શક્તિ હોય તે પગે ચાલવુંજ ઉચિત છે. અમે એક ઠેકાણે કહ્યું છે કે “યાત્રા કરનાર શ્રાવકે ૧ એકાહારી, ૨ સમકિતધારી, ૩ ભૂમિશયનકારી, ૪ સચિત્ત પરિહારી, ૫ પાદચારી, અને ૬ બ્રહ્મચારી રહેવું, લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે યાત્રા કરતાં વાહનમાં બેસે, તે યાત્રાનું અધું ફળ જાય, પગરખાં પહેરે તે ફળને ચોથો ભાગ જાય. મુંડન ન કરે તે ત્રીજો ભાગ જાય, અને તીર્થે જઈને દાન લે તે યાત્રાનું સર્વ ફળ જતું રહે માટે તીર્થયાત્રા કરનાર પુરૂષે એક ટંક ભોજન કરવું ભૂમિ ઉપર સુવું, અને સ્ત્રી તુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.”
૨ ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટશું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. ૩ યાત્રામાં સાથે લેવા માટે શકિત પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. ૪ સ્વજનના તથા સાધર્મિક ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમત્રણ કરવું. ૫ પરમભક્તિથી પિતપતાના સદગુરૂને પણ નિમંત્રણ કરવું. ૬ અમારિ પ્રવર્તાવવી
જિનમંદિરોમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. ૮ જેની પાસે ભાતુ ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસને પૈસાને તથા સારા વચન નને આધાર આપવો ૧૦ ગ્ય મદદ આપીશ એવી ઉક્ષિણા કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લેકોને પણ સાર્થવાહની પેઠે હિમ્મત આપવી. ૧૧ આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણું સમાસવાળી કેડીઓ, શરાવલ, કનાતે, તંબૂઓ, મહેટી કઢાઈઓ તથા બીજ પણ પાણીનાં મહેટા વાસણે કરાવવાં. ૧૨ ગાંડ, પડદાવાળા રથ, પાલખી, પિડિયા ઉંટ, અશ્વ વગેરે વાહને સજ્જ કરાવવાં. ૧૩ શ્રીસંઘની રક્ષાને સારૂ ઘણા શૂરવીર અને સુભટને સાથે લેવા અને કવચ, શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમને સત્કાર કરે. ૧૪ ગીત, નૃત્ય વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સાશ શુકન, નિમિત્ત વિગેરે જેને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્ત પ્રમાણે કરવું,
૧૫ માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરે. ૧૬ સારા પકવાને જમાડી તેમને તાંબૂલ વગેરે આપવું.૧૭તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં. ૧૮ સારા પ્રતિષ્ઠિત, ધમિક પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરૂષો પાસે સંઘવીપણાનું તિલક કરાવવું. ૧૯ સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરે, ૨૦ બીજાઓ પાસે પણ યોગ્યતા પ્રમાણે સંઘવીપણુ વગેરેનું તિલક કરવાને ઉત્સવ કરાવ. ૨૧ સંઘનું જોખમ માથે લેનાર, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લેકેને એગ્ય સ્થાનકે રાખવા. ૨૨ શ્રીસંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય તે સર્વ પ્રસિદ્ધ કરવા.