________________
૨૯૨
[ શ્રાદ્ધ વિધિ
સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મુકવા સમાન, અથવા ભજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લાખ અથવા કોડ વાર નવકાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણું આડંબરથી કરવાં. લાખ અથવા કોડ ચેખા, અડસઠ સેનાની અથવા રૂપાની વાડકિયે, પાટિય. લેખણે તથા રત્ન, મેતી, પરવાળાં, રૂપીયા, તેમજ નાળિએર વગેરે અનેક ફળે, જાત જાતના પકવાન, ધાન્ય, તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનારા, તથા ઉપધાન વહેવા આદિ વિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરનારા, અને ગાથાની સંખ્યા માફક એટલે પાંચસે ચુંમાલીસ પ્રમુખ મોદક, નાળિએર વાટકી વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકના ઉજમણાં કરનારા, તેમજ નૈયા વગેરે વસ્તુ લાડવા આદિમાં નાંખી તેવી વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણાં કરનારા ભવ્ય જીવે હાલના કાળમાં પણ જૈન શાસનમાં દેખાય છે.
ઉપધાનની માળા પહેરવી એ હોટું ધર્મકૃત્ય છે. કેમ કે, નવકાર, ઈરિયાવહિ ઈત્યાદિ સૂત્રો શક્તિ પ્રમાણે તથાવિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણવાં ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે, કૃતની આરાધના માટે જેમ સાધુઓને યોગ વહેવા તે પ્રમાણે શ્રાવકોને ઉપધાન તપ જરૂર કરે જોઈએ. માળા પહેરવી એજ ઉપધાન તપનું ઉજમણું છે. અમે કહ્યું છે કે—કઈ શ્રેષ્ઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પિતાના કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરૂએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે તે બે પ્રકારની શિવશ્રી (નિરૂપદ્રવપણું અને મોક્ષલકમી) ઉપજે છે. મુક્તિ રૂપ કન્યાની વરમાળાજ હેયની! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા હાયની ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળાજ હોયની! એવી માળા ધન્યવાનથી જ પહેરાય છે. આ રીતે જ્ઞાનપંચમી વગેરે વિવિધ તપસ્યાઓનાં ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયે, નાળિએર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી શાસ્ત્ર તથા સંપ્રદાયને અવલંબીને કરવાં. ૧૦ જિન શાસનની પ્રભાવના કરવી.
તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રીગુરૂ મહારાજ પધારવાના હોય, ત્યારે તેમનું સામૈયું વિગેરે કરી શાસનની પ્રભાવના દર વર્ષે જઘન્યથી એક વાર તે શક્તિ પ્રમાણે જરૂર કરવીજ જોઈએ. તેમાં શ્રીગુરૂ મહારાજને પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સમા જઈ તથા શ્રીગુરૂ મહારાજ તથા સંઘને સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરે. કહ્યું છે કે–શ્રીગુરૂ મહારાજની સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃછા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ પણ એક ઘડી વારમાં શિથિલબંધવાળું થાય છે. પેથડ શેઠે તપાગચ્છી શ્રીધમ ધષસૂરિજીના પ્રવેશોત્સવમાં બહોતેર હજાર ટંકને ચય કર્યો હતે. “સ વેગી સાધુઓને પ્રવેશોત્સવ કરે એ વાત અનુચિત છે એવી ખાટી ક૯૫ના કરવી નહી કેમકે, સિદ્ધાંતમાં “સામું જઈ તેમને સત્કાર કર્યાનું પ્રતિપાદન કરેલું છે. એજ વાત સાધુની પ્રતિમાના અધિકારમાં શ્રીવ્યહારભાષામાં કહી છે. તે આ પ્રમાણે