________________
૨૮૨
[ શ્રાદ્ધ વિધિ હોય તે આપવું.” પ્રવચનસારેદાર વૃત્તિમાં વળી કહ્યું છે કે–“જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હેવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે અસંતપણે વસ્તુને પરિવાર એટલે પરિભેગ (સેવન) કરનારો અસંયત કહેવાય છે.” (અહિં “પરિહાર શબ્દોં અર્થ પરિગ કરનારો એ કર્યો. કારણ કે રિક્ષાઃ ોિ એવું વચન છે તેથી અસંતપણે જે પરિભેગ કરે એ અર્થ પરિહારનો થાય છે અને તેથીજ પરિહાર કરનાર અસંયમી કહેવાય છે એમ પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે. ) તેમજ પ્રતિહારિક, પીઠ, ફલક, પાટલે, વગેરે સંયમપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમના ઉપકરણ છે એમ શ્રીક૯પમાં કહ્યું છે તે આ રીતે અહorr કથા ૬ ૨૩ સિરિ અર્થ –અશનાદિક, વસ્ત્રાદિક, અને યાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર પ્રકારના સંયમન ઉપકરણ થાય છે જેમકે, ૧ અશન ૨ પાન ૩ ખાદિમ અને ૪ સ્વાદિમ એ અનાદિક ચાર; પવસ્ત્ર, ૬ પાત્ર, ૭ કંબલ અને ૮ પાદBછનક એ વસ્ત્રાદિક ચાર તથા ૯ સેય ૧૦ અને ૧૧ નરણી અને ૧૨ કાન ખેતરવાની સળી એ સયાદિક ચાર આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. શ્રાવક શ્રાવિકાનું ભકિત તથા બહુમાન.
સાધુ સાધ્વીની પેઠે શ્રાવક શ્રાવિકારૂપ સંઘને પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણ વગેરે આપીને સત્કાર કરે તેમજ દેવ ગુરૂ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકને પણ ઉચિત લાગે તેમ ધન ધાન્યાદિક આપી સંતેષ પમાડે.
આ સંધપૂજા ત્રણ પ્રકારની છે. ૧ ઉ&ણ. ૨ મધ્યમ અને ૩ જઘન્ય, જિનમનધારી સર્વ સંધને પહેરામણી આપે છે તેથી ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય છે. સર્વ સંધને માત્ર સૂત્ર વગેરે આપે તે જઘન્ય સંધપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય, તેણે પણ ગુરૂ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક શ્રાવિકાઓને સેપારી વગેરે આપીને પણ દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરૂષ એટલું કરે, તે પણ તેને ઘણે લાભ થાય છે. કહ્યું છે કે–લમી ઘણી છતાં નિયમ આદર, શકિત છતાં સહન કરવું. યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે ઋદ્ધિવંત લેકે તે દરેક માસામાં સંઘપૂજા વગેરે વાર્ષિક કૃત્ય કરતા હતા અને ઘણા ધનને વ્યય કરતા હતા, એમ આજે પણ સાંભળીએ છીએ. સંઘપૂજા ઉપર મહણસિંહનું દષ્ટાન્ત.
- દિલ્લીમાં જગસી શેઠને પુત્ર મહણસિંહ શ્રીતપાગચ્છાધિપ પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિજીને ભક્ત હતો. તેણે એકજ સંઘપૂજામાં જિનમતધારી સર્વસંધને પહેરામણી વગેરે આપીને રાશી હજાર ટંકને વ્યય કર્યો. બીજે દિવસે દૈવયોગે પંડિત દેવમંગળગણિ ત્યાં