________________
સંઘપૂજા તથા સાધર્મિક વાત્સલ્ય ]
૨૮૩
પધાર્યા. પૂર્વ મહસિંહે ખેલાવેલા શ્રીગુરૂ મહારાજે તે ગણિજીને ત્યાં માકલ્યા હતા તેમના પ્રવેશને વખતે મસિહે ને કે ટુકામાં સંઘપૂજા કરી, તે પણ તેમાં છપ્પનહજાર ટકના તેણે વ્યય કર્યાં. આવી વાર્તા સાંભળવામાં આવે છે. આ પ્રકારે સંઘપૂજાવિધિ શાસ્ત્રમાં કહી છે.
૨ સામિક વાત્સલ્ય.
સાધર્મિક વાત્સલ્ય પણ સર્વ સાધર્મિક ભાઈએનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. કેમકે સામિ' ભાઇએને ચાગ મળવો પ્રાયે દુલ ભ છે. અમે એક ઠેકાણું કહ્યું છે કે સર્વે જીવો સર્વ પ્રકારના સંબંધો માંહેમાંહે પૂર્વે પામેલા છે. પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા જીવો તેા કાઇક ઠેકાણે વિરલાજ હાય છે.’ સાધર્મિક ભાઈ ના મેળાપ પણ ઘણા પુણ્યકારી છે. તા પછી સાધમિના શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરેલા આદર સત્કાર તેા ઘણા પુણ્યાધ કરે એમાં શું કડવું ? કહ્યું છે કે—એક તરફ સર્વે ધમ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજીવાએ તાળિયે તે મને સરખાં ઉતરે છે.' સાધર્મિકના આ સત્કાર આ રીતે કરવેશ:—
૧ પેાતાના પુત્ર વગેરેના જન્માત્સવ, વિવાહ વગેરે હાય તા સામિક ભાઈ એને નિમ ત્રણ કરવું અને તેમને ઉત્તમ લેાજન, તાંબૂલ, વસ્ત્ર આભરણ વગેરે આપવું. ૨ કદાચ તે કોઇ વખતે મહુ મુશ્કેલીમાં આવી પડે તે પેાતાનું ધન ખરચીને પશુ તેમને આફતમાંથી ઉગારવા ૩ પૂર્વકના અંતરાયના દાષથી કોઇ સાધમિભાઈનું ધન જતુ રહે તા તેને પાછે પૂની અવસ્થામાં લાવવો. ૪ જે પેાતાના સાધમિક ભાઇઓને પૈસે ટકે સુખી ન કરે, તે પુરુષની સ્વેટાઈ શા કામની ? કહ્યુ` છે કે—જેમણે દીન જીવાના ઉદ્ધાર ન કર્યો, સામિકાનું વાત્સલ્ય ન કર્યું" અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન થયું" તેમણે પેાતાના જન્મ વૃથા ગુમાવ્યેા.' ૫ પેાતાના સાધર્મિક ભાઇએ જો ધર્મ'થી ભ્રષ્ટ થતા હોય તા ગમે તે રીતે તેમને ધર્મને વિષે દૃઢ કરવા. ૬ો તે ધમ કૃત્ય કરવામાં પ્રમાદ કરતા હોય તે, તેમને ધમ કૃત્ય યાદ કરાવવું, અનાચારથી નિવારવા પ્રયત્ન કરવો અને ભૂલે તે પ્રેરણા અને પ્રતિ પ્રેરણા કરવી. કહ્યુ છે કે—' પ્રમાદ કરે તો યાદ કરાવવું અનાચારને વિષે પ્રવૃત્ત થાય તા નિવારવા, ભૂલે તે પ્રેરણા કરવી અને વારવાર ચૂકે તે વખતે વખત પ્રેરણા કરવી.’૭ તેમજ પેાતાના સામિકાને વાચના પુચ્છના, પરાવત્તના, અનુપ્રેક્ષા, અને ધર્માંકથા વગેરેને વિષે જોગ મળે તે તેમાં જોડવા, તથા ૮ શ્રેષ્ઠ ધર્મોનુષ્ઠાનને કરવા માટે સાધારણ પૌષધશાળા વગેરે કરાવવી ઇત્યાદિ.
શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું; તેમાં કાંઇપણ ઓછું વધતું ન કરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શિયળને પાળનારી તથા તેાષવાળી એવી સધવા કે વિધવા શ્રાવિકા જૈનધર્મને વિષે અનુરાગવાળી હેાય છે, માટે તેમને ધણુ સામિ કપણે ખરાખર માનવી.