________________
૨૮૦
[ શ્રાદ્ધ વિધિ
આપ્યાં” આ રીતે પૂર્વ ભવ સાંભળી કુમાર જાતિ સ્મરણુ જ્ઞાન પામ્યા, અને ઘણા પ્રકા. રના નિયમ પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને તે કુમાર મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિદ્ધ થશે. આ રીતે ચામાસાના નિયમ ઉપર કથા કડી છે.
અન્ય ધર્મમાં પણ ચેામાસામાં પાળવાના જણાવેલ નિયમે
લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. તે આ રીતે—વસિષ્ઠ ઋષિએ પુછ્યું કે, હે બ્રહ્મદેવ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને તે નિદ્રા કરે, ત્યારે શી શી વસ્તુ વવી! અને તે વસ્તુ વવાથી શું શું ફળ થાય ૧. બ્રહ્મદેવે કહ્યું હું વસિષ્ઠ ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી, અને જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે છતે ભક્તિથી વિષ્ણુને એ સવ* ઉપચાર કરાય છે. ર. હવે વિષ્ણુયાગનિદ્રામાં રહે, ત્યારે શું શું વવું ? તે સાંભળ. જે પુરૂષ ચામાસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રિંગણાં, ચાળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડા, મૂળા, અને તાંદલજો એટલી વસ્તુના ત્યાગ કરે. ૩–૪ તથા હે વસિષ્ઠ! જે પુરૂષ ચેમાસામાં એક અન્ન ખાય, તે પુરૂષ ચતુર્ભુ જ થઈ પરમપદે જાય. ૫. જે પુરૂષ હંમેશાં તથા ઘણું કરી ચામાસામાં રાત્રિભાજન ન કરે, તે આ લેાકમાં તયા પરલેાકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે ૬. જે પુરૂષ ચામાસામાં મદ્ય માંસ વજે છે, તે દરેક માસમાં એક એમ સે વર્ષ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે. ૭ વગેરે.
તથા ભવિષ્યાત્તર પુરાણમાં પણ કહ્યું છે તે આ રીતે માર્ક તૈયઋષિ ખેલ્યા, હું રાજન્ ! જે:પુરૂષ ચામાસામાં તેલમર્દન કરતા નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે, અને નિગી રહે છે ૧. જે પુરૂષ પુષ્પાદિકના ભાગ છેડી દે છે, તે સ્વગ લેાકને વિષે પૂજાય છે. જે પુરૂષ કડવા, ખાટા તીખા, તૂરા, મીઠા, અને ખારા એ રસને વજે, તે પુરૂષ કુરૂપતા તથા દૌભગ્ય કોઈ ઠેકાણે પણ પામતા નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વર્ષે તે ભાગી થાય, અને શરીરે લાવણ્યપણાને પામે ૨–૩. જે કુળ, શાક અને પાંદડાંને વજે. તે ધન તથા પુત્ર પામે. હે રાજન! ચામાસામાં ગાળ ન ખાય તે મધુર સ્વરવાળા થાય. ૪ તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તા, અહુ સંત પામે. ભૂમિને વિષે સંથારે સૂઇ રહે તે વિષ્ણુના સેવક થાય ૫. દહી' તથા દૂધ વજે તા ગેલેાક નામે દેવલાકે જાય. અપેાર સુધી પાણી પીવાનું તજે તે રાગાપદ્રવ ન થાય. ૬. જે પુરૂષ ચામાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રાલેાકમાં પૂજાય, જે પુરૂષ ચામાસામાં નખ અને કેશ ન ઉતારે તે હરરાજ ગંગાસ્નાનનું ફળ પામે. ૭. જે પારકુ' અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચામાસામાં ભેાજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપજ ભાગવે એમ જાણવું. ૮ મૌનપણે લેાજન કરવું ઉપવાસ સમાન છે. માટે ચામાસામાં જરૂર મૌન ભાજન તથા બીજા નિયમ રાખવા વિગેરે.
આ રીતે શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં ‘ચાતુર્માસી નૃત્ય' ચોથા પ્રકાશ સપૂર્ણ,