________________
પૂર્વ સમજ ]
૨૭૩
કઈ વ્યવહાર કરવા ન માંડયું. આથી થોડા દિવસમાં તે કોડે સોનૈયાને ધણી થયો. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પિતાના કુળનું પિષણ કરે છે અને વણિક શ્વાન,ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પિતાના કુળને નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લોકેએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, “એને ક્રોડ સેનયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું “મેં સ્થલ મૃષાવાદ,
સ્થળ અદત્તાદાન વગેરેને ગુરૂ પાસે નિયમ લીધે છે આ નિયમના પ્રભાવથી હું કેઈને ઠગ નથી તેથી મને ઘણું લાભ થયો છે.” આ પછી બીજા વાણિયાઓના કહેવાથી કોઈ વાર રાજાએ “એ ધર્મઠગ છે એમ વિચારી તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પિતાના મહેલમાં કબજે રાખે. શેઠે મનમાં વિચાર્યું કે, “આજે પંચમી પર્વ છે તેથી આજે મને કઈ પણ રીતે અવશ્ય લાભ થેજ જોઈએ.”
પ્રભાત વખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સોનામહોરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગએલું જોઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામે. પછી તેણે શેઠને ખમાવીને પૂછ્યું કે, “હે શેઠજી! આ ધન શી રીતે તમારે ઘેર ગયું?” શેઠે કહ્યું કે “હે રાજા! હું કાંઈ જાણતો નથી, પરંતુ પર્વના દિવસે પુણ્યના મહિમાથી મને લાભજ થાય છે. આ રીતે સર્વ વાત શેઠે કહી, ત્યારે પવને મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાને યાવજીવ નિયમ લીધા. તેજ વખતે ભંડારીએ આવી રાજાને વધામણ આપી કે, “વકાળના વરસાદથી જેમ સરેવર ભરાય છે, તેમ આપણા સર્વે ભંડાર ધનથી હમણાંજ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ અને હર્ષ પામ્યું. એટલામાં ચંચળ અને રત્નમય કુંડળ આદિ આભૂષણેથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યા કે, “રાજન ! ત્યારે પૂર્વ ભવને મિત્ર કે જે શેઠને પુત્ર હતો, હાલ તે દેવતાને ભવ ભગવે છે, તેને તું એાળખે છે? મેં પૂર્વભવે તને વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબંધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લેકેમાં અગ્રેસર એવા એ શેઠને સહાધ્ય કરવાને સારૂ આ કામ મેં કર્યું છે. માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર હવે હું ઘાંચીને અને કૌટુંબિકનો જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબંધ કરવા જઉં છું.”
એમ કહી દેવતા ગ. પછી તેણે તે બન્ને રાજાઓને સમકાળે સ્વમમાં પૂર્વભવ દેખાડે. તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વ દિવસની સમ્યક પ્રકારે આરાધના કરવા લાગ્યા પછી તે ત્રણે રાજઓએ દેવતાના કહેવાથી પિત પિતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિર, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પડહની ઉષણા તથા સર્વે ને વિષે સર્વે લોકેને ધમકૃત્યને વિષે લગાડવા વગેરે ધમની ઉન્નતિ એવી રીતે કરી છે, જેથી એક છત્રી સામ્રાજ્ય જે જૈનધર્મ પ્રવતી રહ્યો. અને