________________
૨૭૨
શ્રાદ્ધ વિધિ
કહેવા લાગ્યા. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પેટમાં એવો શૂળરેગ થયો, કે જેથી આખા નગરમાં હાહાકાર વતી રહ્યો. એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મનાં પ્રભાવથી ઘેબીએ પિતાનો નિયમ બરાબર પાળે. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં, ત્યારે તે તેણે તુરત આપ્યાં. એજ પ્રમાણે કાંઈ ખાસ કામને સારુ બહુ તેલને ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુદેશીને દિવસે ઘાણી ચલાવવાને હુકમ આપે, ઘાંચીએ પિતાના નિયમની દઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે થયે, એટલામાં પરચક આવ્યું, રાજાને પિતાની સેના લઈ શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડયું. પછી રાજાને જય થયો. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલને ખપ પડે નહીં; અને ઘાંચીને નિયમ સચવાયે.
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહુર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી. ત્યારે તેણે પિતાને નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચઢયે. પણ એટલામાં ધારાબંધ એક સરખે વર્ષાદ પડવા માંડવાથી તેને નિયમ સુખેથી સચવાયે. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંક દેવકમાં ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અચુત દેવલોકે ગયો. દેવલોકમાં પણ તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ. શેઠને જીવ જે દેવતા થયું હતું, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પિતપિતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે ; “ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબંધ કરો.” પછી તે ત્રણે જણા દેવલોકથી જૂદા જૂદા રાજકુળને વિષે અવતર્યો અને અનુક્રમે યૌવન અવસ્થા પામી હેટા દેશના અધિપતિ થઈ ધીર, વીર અને હિર એ નામે જગમાં પ્રસિદ્ધ થયા તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતું હતું, પરંતુ કેઈક વખતે પવતિથિએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી. જ્ઞાનીએ કહ્યું “તેં પૂર્વભવને વિષે દરિદ્રાઅવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ ક્વિસે સમ્યક્ પ્રકારે પાળ્યા, પરંતુ એક વખતે ધમસામગ્રિને જેગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દેશને લઈ પ્રમાદી થયો. તેથી આ ભવને વિશે તને આ રીતે લાભ હાનિ થાય છે. વળી કહ્યું છે કે-“ધર્મને વિષ પ્રમાદ કરનાર માણસ જે કાંઈ પિતાનું નુકશાન કરે છે, તે તેને ચેરના લુંટવાથી અગ્નિના બાળવાથી, અથવા જૂગટામાં હાર ખાધાથી પણ થતું નથી. અર્થાત તે કરતાં પણ વધુ નુકશાન કરે છે.
જ્ઞાનીનું આ વચન સાંભળી તે શેઠ પિતાના કુટુંબ સહિત હમેશા ધમકને વિષે સાવધાન રહેવા લાગ્યો અને પિતાની સર્વશકિતથી સર્વે પર્વોની આરાધના કરવા લાગ્યા, અને ઘણું જ છેડે આરંભ કરી તથા વ્યવહાશુદ્ધિ બરાબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસેજ કરતા હતા. પરંતુ બીજે દીવસે નહીં. તેથી સર્વ ગ્રાહ કેને વિશ્વાસ પડી ગયો અને સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્ય, બીજાઓની સાથે