________________
૨૭૬
[ શ્રાદ્ધ વિધી
વામાં આવે છતાં પશુની માફક અવિરતિપણું રહે છે અને તે વસ્તુના નિયમ ગ્રહણ કરવાના ફળથી દૂર થાય છે, ભર્તુહરિએ કહ્યું છે કે –“અમે ક્ષમાવડે ખમ્યું નહીં. ઘરને ઉચિત સુખને (વિષય સુખને) સંતોષથી ત્યાગ કર્યો નહીં. ખમી ન શકાય એવી ટાઢ, તાપ અને પવનની પીડા સહન કરી, પણ તપસ્યા કરી નહી, અહર્નિશ મનમાં ધનને વિચાર કર્યો પણ પ્રાણાયામ કરી મુક્તિનું પદ ચિંતવ્યું નહીં, સારાંશ-મુનિઓ જે જે કાર્ય કરે છે તે બધું અમે કર્યું છતાં તેના ફળથી અમે વંચિત રહ્યા. અહે રાત્રિમાં દિવસે એક વાર ભજન કરે, તે પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનું ફળ મેળવી શકી નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે, કઈ માણસ કેઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે તે પણ નક્કી કર્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ તેના માલીકને મળતું નથી. અછતી વસ્તુને નિયમ ગ્રહણ કર્યો હોય તે, કદાચ કઈ રીતે તે વસ્તુને વેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધો હોય તે લઈ શકે. આ રીતે અછતી વસ્તુને નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લી પતિ વંકચૂલને ગુરૂ મહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવા” એવો નિયમ આપ્યો હતે, તેથી તેને ભુખ ઘણી લાગી હતી, અને લોકેએ ઘણું કહ્યું, તે પણ અટવીમાં કિંપાફળ અજાયાં હોવાથી ભક્ષણ કર્યો નહીં અને તેની સાથેના લોકોએ ખાધાં, તેથી તે લેકો મરણ પામ્યા અને વંકળ બચી ગયે. ચેમાસામાં ગ્રહણ કરવા ચગ્ય કેટલાક નિયમ.
દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસુ એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે, ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ મુજબ ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લે. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ક્ષણ પાત્ર પણ રહી ન શકાય. કેમકે “વિરતિ કરવામાં મહેટે ફળને લાભ છે, અને અવિપતિપણામાં ઘણા કર્મ બંધનાદિક દોષ છે” એ વાત પૂર્વે કહેવામાં આવી છે.
પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે તેજ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષ પણે કરવા. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા,૨ સંપૂર્ણ દેવવંદન ૩, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, ૪ સ્નાત્ર મહોત્સવ મહાપૂજા, પ્રભાવના વગેરેના અભિગ્રહ લેવા, ૫ તથા ગુરૂને મહેટી વંદના ૬ દરેક સાધુને વંદના. ૭ વીશ લેગસને કાઉસગ્ગ,૮ નવા જ્ઞાનને પાઠ, ૯ ગુરૂની સેવા,૧૦ બ્રહ્મચર્ય,૧૧ અચિત પાણી પીવું, ૧૨ સચિત્ત વસ્તુને ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા તથા ૧૩ વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ટેપરૂ, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ સુંઠ વગેરે વસ્તુને વષકાળના ચોમાસામાં ત્યાગ કરે કેમકે, એ વરતુમાં લીલકુલ, કંથ, અને ઈયળો વગેરે સંસક્ત જીવો ઉત્પન્ન થવાનો સંભવ રહે