________________
ઉચિતાચરણ ]
२०७
સ્વભાવ છે. કહ્યું છે કે –“૧ બ્રાહ્મણમાં ક્ષમા, ૨ માતામાં ઠેષ, ૩ ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિણ્યણું એ ચારે અરિષ્ટ જાણવાં.” એટલું જ નહીં, પણ પૂર્વનું દેવું ઓળવવા તે ઉલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે. કહ્યું છે કે-“લોકે પૈસાદાર માણસ ઉપર ખેટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે, પણ નિર્ધન માણસ અપરાધી હોય, તે પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી.” રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ છે કે, કેઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તે તરવાર દેખાડે છે, તે પછી સ્વભાવથીજ કોપી એવા રાજાઓની શી વાત કહેવી? આ રીતે સરખો ધંધો કરનાર નાગર લોકોના સંબંધમાં ઉચિત આચરણ કર્યું. સરખો ધંધ ન કરનારા નાગર લેકેની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણેજ યથાયોગ્ય રીતે વર્તવું. (૪૦) ૯ અન્યદર્શની સાથેનું ઉચિતાચરણ
નગરવાસી લેકેએ એક બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું, તે કહ્યું.
હવે. અન્યદર્શની લેકેની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. (૪૧)
અન્યદર્શની ભિક્ષુકે આપણે ઘેર શિક્ષાને અર્થે આવે છે તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની શિક્ષાને અર્થે આવે તે તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું. (૪૨)
જોકે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેમજ તેના ગુણને વિષે પક્ષપાત નથી તે પણ ઘેર આવેલાનું યોગ્ય આદર માન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. (૪૩)
ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું, અશનાદિકને માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું. વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકેને તેમાંથી બચાવવા અને દીન, અનાથ આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી કે ઉપર દયા કરવી, તથા તેમને પિતાની શક્તિ પ્રમાણે મદદ કરી દુઃખમાંથી બચાવવા. આ ઉચિત ધર્મ સર્વ દર્શનીઓને સમ્મત છે.
અહિં શ્રાવકેને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે, જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકેત્તર પુરૂષની સૂમ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મવિષે શી રીતે કુશળ થાય, માટે ધર્માથી લેઓએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે, સવ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવે, જિનવચન ઉપર પ્રેમ રાખવે અને દેશને વિષે મધ્યસ્થપણું રાખવું એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.” “સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પવતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષે પણ કેઈ વખતે