________________
પકૃત્ય ]
૨૬૩
ભાવાર્થ–પોષ ( ધર્મની પુષ્ટિને) –એટલે ધારણ કરે તે પૌષધ કહેવાય. આ વિધવ્રત શ્રાવકે અવશ્ય આગમમાં જણાવેલ આઠમ ચૌદશ વગેરે પર્વદીવસે કરવું જોઈએ. આગમમાં કહ્યું છે કે “જિન મતમાં સર્વ કાળ પર્વને વિષે પ્રશસ્તગ જણાવેલ છે. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને દીવસે તે અવશ્ય પૌષધ કરે” મૂળ ગાથામાં જોવાઇ’ કહ્યું છે તેમાં ગરિ શબ્દથી શરીર સારું ન હોય અથવા બીજા એવાજ કે મહત્ત્વના કાર્યને લઈ પૌષધ ન થાય તે બેવાર પ્રતિક્રમણ, ઘણાં સામાયિક, દિશા વિગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિક વ્રત વિગેરે જરૂર કરવું. તેમજ પને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે, ઉપવાસ વગેરે તપસ્યા શક્તિ માફક પહેલાં કરતાં વધારે કરવી
‘તાવિલાદ” ગાથામાં આ શબ્દ છે, તેથી સ્નાત્ર, ચિત્ય પરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને હંમેશાં જેટલું દેવ ગુરૂ પૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં, પર્વને દિવસે વિશેષ કરવું, કહ્યું છે કે દરરોજ ધમની ક્રિયા સમ્યક પ્રકારે પાળે, તે તે ઘણે લાભ છે; પણ જે તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે તે અવશ્ય પાળે.” દસેરા, દીવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પાને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણ તથા વસા આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મના પર્વ આવે ધમને વિષે પણ વિશેષ યતના રાખવી જોઈએ.
અન્યદર્શની લેકે પણ અગિયારસ અમાસ વગેરે પવેને વિષે કેટલાક આરંભ વજે છે, અને ઉપવાસ વગેરે કરે છે તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વેને વિષે પિતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે. માટે શ્રાવકે તે પિતાના સર્વ પર્વ દિવસે અવશ્ય પાળવા જોઈએ.
પર્વ દિવસે-પર્વ દિવસે કહ્યા છે તે આ રીતે છે-આઠમ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ ૧ ચૌદશ ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ગણધર શ્રી ચૈતમસ્વામિએ બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને દશ” એ પાંચ શ્રત તિથિઓ-પર્વ તિથિઓ કહી છે. બીજ બે પ્રકારને ધર્મ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે આઠમ આઠે કમ ખપાવવાને અર્થે, અગિયારસ અગિયાર અંગની આરાધનાને અર્થે તથા ચિદશ વૈદ પર્વોની આરાધના માટે જાણવી.” આ પાંચ પર્વમાં અમાસ પૂનમ ઉમેરીએ તે પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તે અદાઈ માસી વગેરે ઘણા પ છે. પર્વના દિવસે આરંભ તથા સચિત્ત વસ્તુને ત્યાગ કરે.
પર્વના દિવસે આરંભ સર્વથા વજી ન શકાય તે થોડામાં થોડે આરંભ કરે, સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી, તે કરવામાં ઘણે આરંભ થાય છે, માટે ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, તેથી પવને દિવસે સચિત્ત આહાર અવશ્ય વજી