________________
શત્રિકૃત્ય ]
૨૬
પણ તું જાય તે કેણ જાણે ફરી તારો અને મારે મેળાપ થાય કે ન થાય. માટે ક્ષણે પણ મારાથી તું જુદે ન પડીશ. ૨. ગુણે પ્રયત્નસાધ્ય છે. અને યત્ન કરે તે પોતાના હાથમાં છે. આમ છતાં અમુક માણસ ગુણમાં મૂખ્ય છે” એવી વાત કરું જીવતે પુરૂષ સહન કરે.” અર્થાત્ પિતાએજ પ્રયત્નથી ગુણ મેળવી ગુણીઓમાં અગ્રેસર થવું જોઈએ ૩. ગુણજ ગૌરવને વધારનારા છે નહિ કે જ્ઞાતિ, કુળ કે જાતિના આડંબરે, કારણકે વનમાં થયેલું પણ સુગંધી પુષ્પ લેકે લે છે, પરંતુ પિતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છતાં મલને તે ફેંકી દે છે. ૪. આથી ગુણથી જ મોટાઈ છે નહિ કે મોટા શરીરથી કે મોટી ઉંમરથી મોટાઈ ગણાય. કેવડાનાં જુનાં અને મોટાં પાંદડાં નિર્મધ લેવાથી કઈ લેતું નથી પણ તેનાં સુગંધી નાના પાંદડાં લેકે ગ્રહણ કરે છે. ૫. તેમજ જેથી કષાયાદિની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુને અને તે સ્થાનને ત્યાગ કરે. કે જેથી તે તે દેનો ત્યાગ થાય ૬. કહ્યું છે કે, “જે વસ્તુથી કષાયાગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુ છેડી દેવી. અને જેનાથી કષાયની શાંતિ થાય તે વસ્તુ ગ્રહણ કરવી,” સાંભળીએ છીએ કે સ્વભાવે કોપી એવા ચંડરૂદ્રાચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થાય માટે શિષ્યોથી જુદા રહેતા હતા. આમ કષા. યાદિ દેને જય કરવા પ્રયત્ન કરે. ૩ સંસારની વિષમ સ્થિતિનો વિચાર કરે.
સંસારની અતિશય વિષમ સ્થિતિ પ્રાયે ચારે ગતિમાં ઘણું દુઃખ ભગવાય છે તે ઉપરથી વિચારવી, આ ચાર ગતિમાં નારકી અને તિર્યંચગતિમાં બહુ દુઃખ ભેગવવું પડે છે. તે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે “સાતે નરક ભૂમિમાં ક્ષેત્ર વેદના અને શસ્ત્રવિના એકબીજાએ પૂર્વર સંભાળી કરેલ વેદના હોય છે. પાંચ નરક ભૂમિમાં આ ઉપરાંત શરુજન્ય વેદના છે. અને ત્રણમાં પરમાધામિદેવેની કરેલા વેદના પણ હોય છે ૧. આમ નરકમાં નિરંતર પકાતા નારકના જીવને આંખ મિંચાય તેટલા કાળસુધી પણ સુખ નથી માત્ર દુઃખજ છે. ૨. હે ગૌતમ! નારકીના છ નરકમાં જે તીવ્ર દુખ પામે છે તેના કરતાં અનંત ઘણું દુઃખ નિગોદમાં જાણવું ૩. તિર્યંચગતિમાં તિર્યંચ છ ચાબુક, અંકુશ વિગેરેના મારને સહન કરી વિવિધ દુઃખ ભોગવે છે. મનુષ્ય ભવમાં પણ જીને ગર્ભાવાસ, જન્મ, ઘડપણ, મરણ, વિવિધ પીડા, રોગ, નિર્ધનતા વિગેરે ઉપદ્રથી અનેક પ્રકારે દુઃખ છે. કહ્યું છે કે, “ હે ગૌતમ અગ્નિમાં તપાવી લાલ ચળ કરેલી સોય એક સરખી શરીરમાં નાંખવાથી જે દુઃખ થાય છે તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે ૧. જીવ ગર્ભમાંથી નીકળતાં નિયંત્રમાં પીલાય છે, ત્યારે તેને ગર્ભાવાસની વેદના કરતાં લાખ ગણું અથવા ક્રોડ ગણી વેદના થાય છે. ૨. જન્મ પામ્યા પછી પણ માનવ કેદખાનામાં અટકાયત, વધ, બંધન, રંગ, ધનને નાશ, મરણ, આપત્તિ, મનની ચિન્તાઓ, અપકીતિ અને નિંદા વિગેરે અનેક દુઃખ મનુષ્ય ભવમાં ભગવે છે ૩. કેટલાક જીવે મનુષ્ય ભવ પામીને પણ કેવળ ચિન્તા સંતાપ દારિદ્ર અને રોગ વિગેરે ઉપદ્રમાં જ