________________
રાત્રિ કૃત્ય
૨૫૫
કે “ હે કામ! હું હારું મૂળ જાણું છું. તું સંકલ્પ વિકલ્પથી ઉત્પન્ન થાય છે માટે હું વિષય સંક૯૫જ ન કરૂં જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન જ ન થાય.”
આ વિષય ઉપર પિતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠિ કન્યાઓને પ્રતિબંધ પમાડનાર અને નવ્વાણું ક્રોડ સેનૈયાને ત્યાગ કરનાર જંબુસ્વામિનું, કેશ્યા વેશ્યાને વિષે આસકત થઈ સાડાબાર કોડ નૈયા ખરચી કામવિલાસ કરનાર અને દીક્ષા લીધા પછી તત્કાળ તેજ કક્ષાના મહેલમાં ચોમાસું રહેનાર ઇસ્યુલિભદ્રસ્વામિનું તથા અભયા રાણીએ કરેલા જુદા જુદા પ્રકારના અનુકુળ અને પ્રતિકુળ ઉપસર્ગથી મનમાં સહેજ પણ કામવિકાર ન પામનાર સુદર્શન શ્રેષ્ટિ વિગેરેનું દષ્ટાંત જાણવું. આ સર્વ દષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અહિં સવિસ્તર જણાવ્યાં નથી. ૪૧-૪૨-૪૩ જબુસ્વામી, સ્થલિભદ્ર અને સુદર્શન શેઠની કથા.
રાજગૃહ નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતું હતું. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્યરાત્રિએ ધારિણીએ જંબુવૃક્ષ જોયું. પ્રાતઃકાળે તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કહી. ઋષભદેતે પિતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે “તારે જાંબુસરખાવણુંવાળો પુત્ર થશે.” ધારિણે ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. મા બાપે સ્વપ્નને અનુસરી તેનું નામ જંબુકુમાર પાડયું. જંબુકમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામે. માત પિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો.
એક વખત રાજગૃહમાં સુધર્માસ્વામિ પધાર્યા. કેણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો જંબુકુમાર પણ તે દેશનામાં ગયો. સુધર્માસ્વામિએ દેશનામાં કહ્યું કે “જીવન ચંચળ છે. જેમ પાણીને પરપોટો સહેજમાં કુટી જાય છે તેમ આ જીવન નશ્વર છે;' સુધર્માસ્વામિની દેશના જંબુકુમારના હદયમાં આરપાર ઉતરી, તેને જીવન અસ્થિર સમજાયું. અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સુજયું. તે તુર્ત ઉભે થયે અને પિતાને ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધમાસ્વામિએ “મા વિર્ષ ' તારી સારી ભાવનામાં તું વિલબ ન કર તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું. જંબુકુમાર “હું તુત માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરૂમહારાજને કહી નગરતરફ વળે. માર્ગમાં જતાં શ વાપરવાની ટેવ પાડતા કુમારો તરફથી ફેંકાયેલ માટે લોઢાને ગાળો તેની નજીક પડયો. જંબુકુમારની વિચારધારા પલટાણી તેને લાગ્યું કે જીવનમાં ક્ષણને કયાં ભસે છે. તેણે વિચાર્યું કે “મને આ લોઢાને ગોળો વાગ્યો હેત તે હું મારી જાત અને મારી મનની મનમાં રહી જાત.” જંબુકમાર પાછો વળ્યો અને સુધમાંસ્વામિ પાસે આવ્યો તેણે ત્યાં બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું અને પછી માત પિતા પાસે આવ્યો. માત પિતાની આગળ દીક્ષા લેવાને પિતાને વિચાર જણાવ્યો. અષભદત્ત અને ધારિણી પુત્રના આ વચન સાંભળી મૂરિષ્ઠત થયાં. થોડીવારે શાંતિ પામી તેમણે જબુકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબુકુમારે પણ તેને યોગ્ય પ્રત્યુત્તર આપે છેવટે માત