Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 337
________________ શત્રિ કૃત્ય એકાંત શય્યામાં સુવું. પણ જ્યાં શ્રી આદિના સંસગ હોય ત્યાં ન સુવું. કારણકે વિષયવાસનાના અભ્યાસ જીવને અનાદિ કાળના છે. અને વેદના ઉદયની ઉત્કટતાને લઇ જીવ, શ્રી આદિ સંસર્ગ વાળા સ્થાનને લીધે કામવાસનાથી કદાચ ખાધા પામે. માટે કહ્યું છે કે—જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મુકવાની સાથે પીગળી જાય છે તેમ ધીર અને દુલ શરીરવાળા હોય છતાં પુરૂષ સ્ત્રી પાસે હાય તેા તુત પિગળી જાય છે (કામવશ થાય છે) તેમજ પુરૂષ મનમાં જે વાસના રાત્રે રાખી સુઈ જાય છે. તેજ વાસનામાં તે ઉઠે નહિ ત્યાં સુધી રહે છે. ' આ પ્રમાણે ડાહ્યા પુરૂષોનું ઉપદેશ કથન છે. આથી મેહને સર્વથા શાંત કરી ધમ વૈરાગ્ય વગેરે ભાવનાથી ભવિત થવા પૂર્વક નિદ્રા લેવી. આમ કરવાથી રાત્રે કુન્નમ કે દુઃસ્વપ્ન આવતાં નથી અને ધર્મોંમય પવિત્ર સ્વપ્ન આવે છે. આ ઉપરાંત ક્રોધ અને મેહના ત્યાગ કરી શાંત ભાવનાથી ભાવિત થઇ સૂતા હોય તે રાત્રે ઉંઘની પરાધીનતાથી, આપત્તિની મહૂલતાથી, આયુષ્યના સે।પક્રમપણાથી કે ક્રમ'ની વૈચિત્ર્યતાને લઈ મૃત્યુ થાય તે પણ શુભતિ થાય છે. મરતી વખતે જેવી મતિ તેવી ગતિ થાય છે તે શાસ્ત્રવચનથી કપષ્ટ પણે સાધુના વેષ ધારણ કરનાર ક્ષત્રિયે પૌષધગ્રહણ કરેલ ઉડ્ડયન રાજાને માર્યો તે પણ તે વખતે મનની શુદ્ધાને લઇ ઉડ્ડયન રાજા દેવગતિને પામ્યા. ગાથાના ઉત્તરાષ્ટ્રની વ્યાખ્યા. આ પછી પાછલી રાત્રે નિદ્રા પુરી થાય કે ઉડી જાય. ત્યારે ૧ અનાદિકાળના અભ્યાસ તથા ભવ પર પરાની ટેવને લઈ ઉત્પન્ન થતી કામબુદ્ધિને જીતવા માટે સ્ત્રીના શરીરનું અપ ૨૫૩ ભુવનપતિમાં દેવલેાકનું આયુષ્ય પૂર્ણ કરી વાનરના જીવ મણિમંદીર નામના નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણીમાલાનો કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. પૂછુ માસે જન્મ થયા. અહીં માતપિતાએ તેનું નામ અરૂણુદેવ રાખ્યું. અરૂણુદેવ કુમારચક્રવર્તિ પુત્રની પેઠે પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતા અનુક્રમે બાલ્યકાળ પસાર કરી યૌવનપણાને પામ્યા. તે હજારા વિદ્યાધર કન્યાઓને પરણ્યા અને તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારા વિદ્યાઓને મેળવી. સમય જતાં બન્ને વિદ્યાધર શ્રેણિઓના અધિપતિ વિદ્યાધર ચક્રવતિ રાજા થયા. અને પિતાના રાજ્યના પણ અધિષ્ઠાતા થયા.વળી એક વખત મણિમ'દિર નગરમાં રથયાત્રાના ઉત્સવ આર ભાયા. સ`ઘે ગામેગામ આમ ત્રણ મેાકલ્યાં.આ પ્રસંગે અનેક શ્રાવકગણ અને સુવિહિત સાધુસમુદાય મણિનગરમાં પધાર્યાં, રથયાત્રાના વરઘેાડાના ઘેર ઘેર સત્કાર થયા. ફરતા ફરતા રથ રાજાના મદિરે આવ્યો. રાજાએ રથ જોયા અને જૈન શાસનની પ્રભાવનાને તે અનુમેાદવા લાગ્યા. તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલ સાધુસમુદાય ઉપર પડી. આ સાધુસમુદાયના અગ્રેસર શ્રી પ્રભસૂરિ હતા. તેમની પાસે રહેલા એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને દેખતાં રાજાને ચક્કર આવ્યા અને તુ મૂર્છાખાઇ જમીન ઉપર ઢળી પડયા. થાડીવારે શુદ્ધિ આવતાં તેણે સૈા પ્રથમ તે વૃષ્ણ

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416