________________
રાત્રિકૃત્ય ]
૨૫૧
સંક્ષેપ કરું છું. શયન આસન અને આચ્છાદન છેડીને ભોગ ઉપભેગનાં સાધનને ત્યાગ કરૂં છું અને ગૃહમધ્યભાગ છેડીને બીજી દિશાગમનને ત્યાગ કરું છું. અર્થાત્ ગ્રંથિ ન છોડું ત્યાં સુધી વચન અને કાયાથી પાપના કારણરૂપ પ્રાણાતિપાતાદિ પાંચ અને ભૌગોપભેગ, દિશિગમન અને અનર્થદંડ નહિ કરું કે નહિ કરાવું.
આ દેશવકાસિક ત્રત સ્વીકારવાથી મહાન ફલ થાય છે અને તેથી મુનિરાજની પેઠે શ્રાવકને સંસારમાં રહા છતાં નિસંગપણું પ્રાપ્ત થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે પ્રાણાંત સુધી પાળ્યું અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામે તેમ વિશેષ ફળના અર્થિ બીજા જીવેએ પણ મૂખ્યપણે તે દેશાવકાસિકવ્રતનું પાલન કરવું. સંપૂર્ણ પણે દેશાવકાસિક પાળવાની શક્તિ ન હોય તે અનાભોગાદિ ચાર આગારપૂર્વક સ્વીકારવાથી ચોથા આગાર વડે અગ્નિ વિગેરે સળગે તેવા પ્રસંગે દેશાવકાશિક વ્રત મુકે તે પણ વ્રતભંગ ન થાય. દેશાવકાશિક વ્રત પાળવા ઉપર વૈદ્યના જીવ જવાનરનું દષ્ટાંત છે. તે અમારા બનાવેલ આચાર પ્રદીપ ગ્રંથમાં આપેલ છે તે ત્યાંથી જોઈ લેવું. ૪૦ દેશાવકાશિક ઉપર વાનરનું દટાન્ત.
પૂર્વકાળમાં કાંતિમતી નામે નગરી હતી. તે નગરીમાં સિધ નામે મહાવેદ્ય રહે હતે તે વૈદ્ય મહાન લોભી હતું, જેથી તે પોતાના સગા, મિત્ર કે ગરીબ ગરબાનું પણ ધ્યાન રાખ્યા સિવાય પૈસા પડાવતું હતું તેમજ બહુ પાપવાળી ઔષધિઓ વાપરતો હતે.
એક વખત તે નગરમાં મુનિ મહારાજ પધાર્યા. સર્વ લેકેની સાથે સિધ્ધદ્ય પણ દેશના સાંભળવા ગયે, મુનિરાજે દેશના આરંભી. આ દેશનામાં તેમણે માનવભવની દુર્લભતા ઉપર વિવેચન કર્યું; દેશનાને અંતે વૈદ્યને વિશેષ ધ આપ્યો અને જણાવ્યું કે, “વૈદ્યનું જીવન બહુ કપરું છે. કારણકે તે લોકના ભલા કરતાં મુંડામાં વધારે રાજી રહે છે તે માને છે કે લોકો વધુ માંદા પડે તે સારૂ. આમ છતાં સારો વેવ દયા ભાવે અને હિતબુદ્ધિએ વૈદ્યપણું કરે તે કલ્યાણ સાધી શકે છે.'
મુનિની આ દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું. તે પિતાને ઘેર ગયો પણ પાછે પૂર્વના અભ્યાસને લઈ મહાલોભથી પિતાને બંધ કરવા માંડયો. અંતે તે મૃત્યુ પામી એક જંગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયા. આ વાનર પિતાના ટેળાને અગ્રણી બની વાનરીઓ સાથે ક્રીડા કરતે પિતાને કાળ પસાર કરવા લાગ્યો.
એક વખત જ્યાં આ વાનર વસે છે તે જંગલમાં સમેતશિખરની યાત્રાએ નીકળેલો એક મુનિઓનો સમુદાય આવી ચડે અહિં એક મુનિના પગે કંટક વાગ્યે. કાંટે એટલે બધે ઉડે ઉતર્યો કે તે ખેંચી શકાય નહિ. પગ સુજી ગયે. મુનિ પગલું પણ આગળ ચાલવા માટે સમર્થ થયા નહિ. મુનિએ અટકયા. ઘેર જંગલમાં કઈ પ્રતિકારને માર્ગ તેમને દેખાયે નહિ. કાંટાથી વિંધાએલ મુનિએ બીજાઓને કહ્યું કે મારે માટે તમારે બધાયે રોકાઈ રહેવાની જરૂર નથી આપ સુખેથી પધારે હું અહિં રઘેર મનથી સમેતશિખરની ભાવના