________________
૨૧૮
[ શ્રાદ્ધ વિધિ
દાનના દોષ વજવા. પછી કેવળ પેાતાના આત્મા ઉપર અનુગ્ર કરવાની બુદ્ધિથી ખેતાળીસ તથા બીજા દોષથી રહિત એવી પેાતાની સંપૂર્ણ (અન્ન, પાન, વસ્ત્ર આદિ) વસ્તુમાં પ્રથમ ભાજન, પછી ખીજી વસ્તુ એ અનુક્રમે પેાતે મુનિરાજને આપે, અથવા તે પેાતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઉભેા રહી પેાતાની સ્રી વગેરે પાસેથી અપાવરાવે. આહા ના એતાળીશ દોષ પડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઇ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછુ વળવું. મુનિરાજના ચેાગ ન હોય તે, “ મેઘવિનાની વૃષ્ટિ માક જો કદાચ મુનિરાજ કયાંયથી પધારે તેા હું કૃતાથ થાઉં.” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દીશા તરફ્ જોવું. કહ્યું છે કે જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાય, વસ્તુ કાઇ પણ રીતે સુશ્રાવકે ભક્ષણ કરતા નથી. માટે ભાજનના અવસર આવે દ્વાર તરફ નજર રાખવી. ’
મુનિરાજને નિર્વાહ ખીજી રીતે થતા હોય તે અશુદ્ધ આહાર વહેારાવનાર ગૃહસ્થ તથા વહેારનાર મુનિરાજનેહિતકારી નથી;પરંતુ દુભિક્ષ આદિ હોય અને જો નિર્વાહ ન થતા હાય તે આતુરના દષ્ટાંતથી તેજ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગએલા, ગ્લાન થએલા,લાચ કરેલા અને આગમ શુદ્ધ વસ્તુનું ગ્રહણ કરનાર એવા મુનિરાજને ઉતરવારણાને વિષે દાન આપ્યું હોય તે તે દાનથી બહુ ફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવા આહાર જેને જે ચેાગ્ય હોય તે તેને આપે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભેષજ (ઘણુ દ્રવ્યના મિશ્રણથી મનેલું) એ સર્વ વસ્તુ પ્રાસુક અને એષણીય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી ? તથા ગોચરી શી રીતે ગ્રહણ કરવી ? ઈત્યાદિક વિધિ અમારી કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણુવૃત્તિથી જાણી લેવા.
દાન અને પાત્ર સબંધી સ્પષ્ટીકરણ
આ સુપાત્રદાનજ અતિથિસ વિભાગ વ્રત કહેવાય છે. કહ્યુ` છે કે- ન્યાયથી ઉપા· જૅન કરેલા તથા કલ્પનીય એવા અન્ન પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ શક્તિએ પાતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું તેજ અતિથિ સવિભાગ કહેવાય છે કે સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભાગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તિ વગેરેની પદવી પણ મળે છે, અને અંતે થાડા સમયમાં જ નિર્વાણુ સુખના લાભ થાય છે.' કહ્યુ' છે કે—૧ અભયદાન, ૨સુપાત્રદાન ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન અને ૫ કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા એ પ્રકારના દાનથી ભેાગ અને સુખપૂર્વક માક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભાગ સુખાદિક વગેરેજ મળે છે. ’ સુપાત્રનું લક્ષણુ આ રીતે કહ્યુ છે, ઉત્તમ યાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવફે। અને જઘન્ય પાત્ર અવિરતિ સભ્યષ્ટિ જાણવા.' તેમજ