________________
૨૧૯
રત્નસાર કથા ]
કહ્યુ` છે કે— હજારા મિથ્થા-ષ્ટિ કરતાં એક ખાર વ્રતધારી શ્રાવક્ર ઉત્તમ છે. અને હજારા ખાર વ્રતધારી શ્રાવકા કરતાં એક પંચમહાવ્રતધારી મુનિરાજ શ્રેષ્ઠ છે અને હજારો મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી, અને થશે પણ નહીં. સત્પાત્ર, મ્હાટી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, આ સ ધર્મ સાધનની સામગ્રી ઘણા પૂન્યથી મેળવાય છે.' ‘૧ અનાદર, ૨ વિલંબ, ૩ પરાક્મુખ પણું, ૪ કડવું વચન અને પાશ્ર્વતાપ એ પાંચ વાનાં શુદ્ધદાનને પણ દૂષિત કરે છે.' ભ્રમર ઊંચી ચઢાવવી. ૨ ષ્ટિ ઊંચી કરવી, ૩ અતવૃત્તિ રાખવી, ૪ પરાક઼મુખ થવું, ૫ મૌન કરવું, અને ૬ કાળવિલાખ કરવા, એ છ પ્રકારના નાકારા કહેવાય છે.' ૧ આંખમાં આનંદનાં અસુ,૨ શરીરના રૂંવાડાં ઉંચાં થવાં, ૩ બહુમાન, ૪ પ્રિયવચન અને ૫ અનુમેાદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણુ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણુવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નાસાર કુમારની કથા છે—
સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણુવ્રત પાળવા ઉપર રત્નસાર કુમારની કથા
રત્નવિશાળા નામની નગરીમાં સમરસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં વસુસાર નામના વેપારી રહેતા હતા તેને વસુ ંધરા નામે સ્રીથી રત્નસાર નામે પુત્ર થયા. રત્નસાર ઉંમરલાયક થતાં મિત્રો સાથે એક વખત એક જંગલમાં ગયે. ત્યાં તેણે વિનય ધર નામના આચાય તે જોયા. આચાયુને વાંદી રત્નસારે પૂછ્યું ‘ભગવાન ! આ લાકમાં સુખ શી રીતે મળે ?” આચાર્યે કહ્યું ‘સંતેષ રાખવાથી. આ સતાષ એ પ્રકારે છે. એક સર્વ સતાષ અને ખીન્ને દેશ સાષ. સ`સતેષ સાધુ રાખી શકે છે અને દેશ સ ંતાષ એટલે પરિગ્રહ પરિમાણ વ્રત અને તે ગૃહસ્થા રાખી શકે છે. અને તેથી સુખ મળે છે, સવ સાષ માટે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે- સવ સતાષ રૂપ દીક્ષા એક માસ પાળે તેા વાણવ્યંતર. એ માસ પાળે તા ભુવનપતિ, ત્રણ માસ પાળે તેા અસુર કુમાર, ચાર માસ પાળે તે જ્યાતિષી, પાંચ માસ પાળે તે ચંદ્રસૂર્ય, છ માસ પાળે તા સૌધમ ઇશાન દેવ, સાત માસ પાળે તે સનત્કુમારદેવ, આઠમાસ પાળે તા બ્રહ્મદેવ લેાકવાસી તથા લાંતકવાસીદેવ, નવમાસ પાળે તે। મહાશુક્ર તથા સહસ્રારવાસી દેવ, દશ માસ પાળે તે આનતથી અચ્યુતવાસી દેવ, અગ્યારમાસ પાળે તે ત્રૈવેયકવાસી દેવ, અને ખાર માસ પાળે તે અનુત્તર વિમાનવાસી દેવના સુખથી પણ અધિક સુખ મેળવી શકે છે.
જે માણસ સતાષી નથી તેને ચક્રવત્તિનું રાજ્ય, અમૂઢ ધન કે સર્વ ભાગ અને ઉપભાગનાં સાધનેાથી પણ સુખ મળતુ નથી. સુભ્રમચક્રવ્રુતિ, કાણિક, મમ્મણશેઠ, કુમારનદી સેાની વગેરે ઘણી સામગ્રી હોવા છતાં દુઃખી થયા છે. માજીસ પાતાનાથી મેટા માટા માણસાને ખ્યાલ કરે ત્યારે પાતે દરિદ્ધી લાગે છે. અને જો તે પાતાથી ઉતરતા