________________
૨૩૨
[ શ્રાદ્ધ વિધિ
ભજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઉભી ન રાખવી ૨. મુખ, કપડાં અને પગ જોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબે હાથ થાળીને લગાડ્યા વિના ભેજન કરવું નહીં ૩. એકજ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરૂષે ભેજને કરવું નહિં ૪. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત સ્થિર રાખ્યા વિના, કેવળ જમીન ઉપરજ અથવા પલંગ ઉપર બેસીને, ખુણામાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભેજન કરવું નહીં પ. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચાંડાળ અને પતિતલકની નજર પડતી હોય તેવી જગ્યાએ ભેજન કરવું નહીં. તેમજ ભાગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહીં ૬. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગહત્યા વગેરે કરનારલકોએ જેએલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, શ્વાન, પક્ષિ વગેરે જીએ, સુંઘેલું એવું અન્ન ખાવું નહીં છે. જે ભય વસ્તુ કયાંથી આવી? તેની ખબર ન હોય, તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભેજન કરતી વેળાએ બચ બચ એવો શબ્દ અથવા વાંકુંચૂકું મૂખ કરવું નહીં ૮. ભોજન કરતી વખતે આસપાસ રહેલા લેકેને ભેજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પિતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહેલું અને ઘણું નીચું ઉંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પિતાની માસી, માતા બહેન અથવા સ્ત્રી વગેરે
કે એ રાંધેલું તથા પવિત્ર અને ભજન કરેલા લોકોએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં ખાવું -૧૦. ભજન કરતી વેળાએ મૌન કરવું, તથા શરીર વાંકુંચૂંકું ન રાખવું, જમણે સ્વર વહેતે હોય ત્યારે ભોજન કરવું અને પ્રત્યેક ખાવા યોગ વસ્તુ સંઘવી; કેમકે, તેથી દષ્ટિદેષ ટળે છે ૧૧. ઘણું ખારૂં, ઘણું ખાટું, ઘણું ઉઠું તથા ઘણું ઠંડુ અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું, અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રૂચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી ૧૨. અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇન્દ્રિયની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રને વિકાર કરે અને અતિશય ચીકણું અન્ન ગ્રહણીને (કઠામાંની છઠ્ઠી કથળીને) બગાડે ૧૩ કડવા અને તીખા આહારથી કફને, તૂરા અને મીઠા આહારથી પિત્તને, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુને તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ કરે ૧૪. જે પુરૂવ શાકભાજી બહુ ન ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે, બહુ પાણી ન પીએ, અજીર્ણ છતાં ભેજન ન કરે, મૂત્રલ તથા વિદાહી વસ્તુ ન સેવે, ચાલતાં ખાય નહિં અને ખાધેલું પચ્યા પછી અવસરે ભજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તે બહુજ ચેડા થાય પ. નીતિના જાણ પુરૂષ પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા, મધ્યે પાતળા. ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા, તથા અંતે કડવા અને તીખ રસ ભક્ષણ કરવા. ૧૬-૧૭, પુરૂષે પહેલા પાતળા, મળે કડવા રસ અને અંતે