________________
૨૩૪
[ શ્રાદ્ધ વિધિ
તીર્થને અથવા ગુરૂને વંદના કરવી હેય, વિશેષ વ્રત પચ્ચકખાણ લેવાં હોય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે તેમજ અષ્ટમી ચર્તુદશી વગેરે મહેટા પર્વના દિવસે પણ ભેજન કરવું નહીં, ઉપવાસ વગેરે તપસ્યાથી આ લેકમાં તથા પરલોકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે– તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સિથર, વાંકુ હેય તે સરળ, દુર્લભ હોય તે સુલભ, તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે.” વાસુદેવ, ચક્રવર્તિ વગેરે લોકોનાં તે તે દેવતાને પિતાના સેવક બનાવવાં વગેરે ઈહલોકનાં કાર્યો પણું અમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભજન વિધિ કહ્યો છે. - સુશ્રાવક ભજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઊઠે. અને ચૈત્યવંદન વિધિ વડે દેવને તથા ગુરૂવંદનવડે ગુરૂને વેગ હોય તે પ્રમાણે વાદે ચાલુ ગાથામાં “કુત્તરાના ગુણ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી આદિ શબ્દ દ્વારા જન વિધિ વગેરે વિગતો જણાવી.
હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ- ભજન કરી રહ્યા પછી દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચક્ખાણ ગુરૂ પ્રમુખને બે વાંદણ દઈને અથવા તે વિના ગ્રહણ કરવું. આ પછી ગીતાર્થ મુનિરાજ પાસે અથવા ગીતાર્થ શ્રાવક પાસે અગર સિદ્ધપુત્ર વગેરેની પાસે ન હોય તે મુજબ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે. ૧ વાચના ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ ધર્મકથા અને ૫ અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તેમાં નિર્જરાને માટે યથાયોગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કાંઈ સંશય રહ્યા હોય તે ગુરૂને પૂછ તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તાના કહેવાય છે. જંબુસ્વામી વગેરે સ્થવિરેની કથા સાંભળવી, અથવા કહેવી તે ધર્મકથા કહે વાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે. તેમજ ગુરૂ મુખથી સાંભળેલા શાસ્ત્રાર્થને જાણ પુરૂષો પાસે વિચાર કરવારૂપ સ્વાધ્યાય વિશેષ કૃત્ય તરીકે જાણવું કારણ કે, “તે તે વિષયના જાણુ પુરૂષની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતનો વિચાર કરે” એવું શ્રીયેગાશાનું વચન છે આ સ્વાધ્યાય ઘણો ગુણકારી છે. કહ્યું છે કે –“સ્વાધ્યાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે, સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સ્વાધ્યાયમાં રહેલ પુરૂષ ક્ષણે ક્ષણે વિરાગ્યદશા મેળવે છે” પાંચ પ્રકારના સ્વાધ્યાય ઉપર દષ્ટાંત વગેરે આચારપ્રદીપ ગ્રંથમાં અમે કહાં છે, તેથી અત્રે એ કહ્યાં નથી. આ રીતે આઠમી ગાથાને અર્થ પુરો થયે. (૮) સાંજની જિનપૂજા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ઘરના માણસને ઉપદેશ
આપવાનું શ્રાવકૃત્ય જણાવે છે. संझाइ जिणं पुणरवि, पूयइ पडिकमइ कुणइ तह विहिणा । विस्समणं सज्झायं, गिहं गओ तो कहइ धम्मं ॥९॥