________________
ભજન અને ભોજનવિધિ ].
૨૩૨
પાછા પાતળા રસને આહાર કરે તેથી બળ અને આરોગ્ય જળવાય છે. ૧૮. ભેજનની શરૂઆતમાં જળ પીએ તે અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તે રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીએ તે વિષ માફક નુકશાન કરે. ૧૯ માણસે ભેજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાએલા હાથ જોઈ તેના પાણીને કે ગળે દરરોજ પીવે, ૨૦. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એઠું રહેલું પણ ન પીવું તથા ખેથી પણ ન પીવું. કેમકે પાણી પરિમત પીવું તેજ હિતકારી છે. ૨૧. ભેજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને ડાબા હાથને અથવા નેત્રને સ્પર્શ ન કરે. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા. ૨૨ બુદ્ધિશાળી પુરૂષે ભોજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શરીરનું મન મળમૂત્રને ત્યાગ, ભાર ઉપાડે, બેસી રહેવું, હાવું વગેરે કરવું નહીં. ૨૨, ભેજન કર્યા પછી તુરત બેસી રહે તે પેટ મેથી જાડું થાય, ચિતે સુઈ રહે તે બળની વૃદ્ધિ થાય, ડાબે બાજુ સુઈ રહે તે આયુષ્ય વધે, અને દેડે તે મૃત્યુ સામું આવે. ૨૪. ભેજન કરી રહ્યા પછી તુરત ડાબે પાસે સુઈ રહેવું પણ ઉઘવું નહી. અથવા સ પગલાં ચાલવું. ૨૫ આ રીતે ભેજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં જણુવેલ ભેજન વિધિ
સિદ્ધાંતમાં કહેલ ભેજન વિધિ નીચે પ્રમાણે છે –સુશ્રાવકે નિવઘ, નિજીવ અને પરિત્તમિશ્ર એવા આહાર વડે પિતાને નિર્વાહ કરનારા હોય છે ૧. શ્રાવકે સાધુની માફક સર સર અથવા ચબ ચબ શબ્દરહિત, ઘણી ઉતાવળ અથવા ઘણું સ્થિરતારહિત નીચે દાણ અથવા બિંદુ ન પડે તેમ મન વચન કાયાની બરોબર ગુપ્તિ રાખીને ઉપગથી ભોજન કરવું. ૨. એક અગર ઘણું ધુમ્ર અને અંગાર વિગેરે દેને વજીને ભેજન કરવું, એટલે ભજન કરતી વખતે આહારને નિંદીને કે વખાણને ખાવે નહિં ૩. જેવી ગાડી ખેડવાના કામમાં તેલ પુરવાની રીત હોય છે તે પ્રમાણે સંયમ રૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે, ૪. અન્ય ગૃહસ્થાએ પિતાને અર્થે કરેલું, તીખું, કહવું, તુરું, ખાટું, મીઠું અથવા ખારૂં એ જે અન્ન મળે તે સાધુઓએ મીઠા ઘૂતની માફક ભક્ષણ કરવું. ૫. તેમજ રોગ, મેહને ઉદય, સ્વજન વગેરેને ઉપસર્ગ થએ છતે, જીવયાનું રક્ષણ કરવાને માટે, મોટી તપસ્યાને તથા આયુષ્યને અંત આવે શરીરનો ત્યાગ કરવાને અર્થે આહારને ત્યાગ કરે. ૬. એવિધિ સાધુ આશ્રયિ કહ્યો. તેમજ શ્રાવક આથયિ જમવાને વિધિ પણ યથાયોગ્ય જાણવો.
બીજે સ્થળે પણ કહ્યું છે કે-“વિવેકી પુરૂષે શક્તિ હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી, તથા સ્વજન સંકટમાં પડયા હેય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભેજન કરવું નહીં.' તેમજ અજીર્ણથી રાગે ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, તાવ નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તે જોજન કરવું નહીં. કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી. પણ વાયુથી, થાથી, ક્રોધથી, શોકથી, કામવિકારથી, અને પ્રહાર થવાથી ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણુ કરવી નહીં.' તથા દેવ, ગુરૂને વંદનાદિકને એગ ન હોય