________________
૨૪૪
[ શ્રાદ્ધ વિધિ
सुत्तं अब्भुट्ठाणं, उस्सग्गो पुत्तिवंदणं तहय।।
पज्जति अ खामणयं, तह चउरो छोभवंदणया ॥ ३०॥ અર્થ–પછી અભુઠાણ સૂવ-પ્રતિક્રમણ સૂત્રને તથા કાઉસ્સગ્રનો પાઠ કહી કાઉસ્સગ કરે. તે પછી મુહપત્તિ પડિલેહી, વંદના કરી પાયંતિક ખામણાં કરવાં અને ચાર થંભવંદના કરવાં. (૩૦)
पुव्वविहिणेव सव्वं, देवसिअं वंदणाइ तो कुणइ ।
सिज्जसरी उस्सग्गे, मेओ संतिथयपढणे अ॥३१॥
અર્થ––પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વદનાદિક કરવું તેમાં સિજજસૂરી કાઉસ્સગ્ન કરે અને અજિત શાતિ કહે, આટલે પાઠમાં ફેરફાર છે (૩૧)
एवं चिअ चउमासे, वरिसे अ जहक्कम विही णेओ।
पक्खचउमासवरिसे-सु-नवरि नाममि नाणत्तं ॥ ३२ ॥
અર્થ –એ રીતે જ માસી પ્રતિક્રમણને તથા સંવત્સરી પ્રતિક્રમણને વિધિ જાણો. તેમાં એટલો વિશેષ કે–પખી, પ્રતિક્રમણ હોય ૫ખી ચોમાસી હોય તે માસી અને સંવત્સરી હોય તે સંવત્સરી એવાં જુદાં જુદાં નામ આવે છે. (૩૨)
तह उस्सग्गोज्जोआ, बारसवीसा समंगलचत्ता ।
संबुद्धखामणं तिप ण सत्त साहुण जहसंखं ॥३३॥ અર્થ:- તેમજ પમ્પીના કાઉસ્સગ્નમાં બાર, ચોમાસીના કાઉસગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં ચાલીશ લેન્ગસ્સનો કાઉસ્સગ નવકાર સહિત ચિંતવ. તથા સંબુદ્ધખામણ પખી ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી.
હરિભદ્રસૂરિ કૃત આવશ્યક વૃત્તિમાં વંદનક નિર્યુક્તિની અંદર આવેલી રારિ રિમળે એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધ ખામણના વિષયમાં કહ્યું છે. તે એ છે કેદેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ પખ્ખી તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પ્રવચનસારે દ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ જ પ્રમાણે કહ્યું છે.
હવે પ્રતિક્રમણના અનુક્રમને વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણ ગર્ભહેતુ નામના ગ્રંથમાંથી જાણવે. આ રીતે પ્રતિકમણ વિધિ જણાવ્યો છે મુનિરાજની સેવા કરવી.
તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિ ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરવી. વિશ્રામણા શબ્દ એક ઉપલક્ષણ છે, એથી સુખ સંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે, પૂર્વભવે પાંચસે સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થએલા બાહુબળિ વગેરેના દષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જતાં