________________
રાત્રિકૃત્ય ]
૨૩૯
wwwwwwwwwwwwwwwwww
શાસ્ત્રમાં ઠેર ઠેર ચૌદશે તથા ૫ખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી ૫ખી આયણ પણ છઠવડે થાય. અને તેમ કરવાથી આગમ વચનને વિરેાધ આવે છે. આગમમાં કહ્યું છે કે અમછg સંવર રામાસ હણેનુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં ચતુર્દશી શબ્દ જૂદ લીધે નથી, અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જૂદો લીધે નથી, તે આ રીતે – ૨ જીતુ વાસ: એ વચન પાક્ષિક ચર્ણિમાં છે. તો સાવરકુ ઉપવા જણ” એ વચન આવશ્યક ચૂર્ણિમાં છે.
કેથઇ8મને અપિલવારવરિશે સ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. “મિરાતના પંચમીરામાર'—વગેરે વચન મહાનિશાથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં જાહ્નતિ અદૃલિg, મારા દિલડાં કુળવદ એ વચનની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે પાક્ષિક શબ્દને અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જે ૫ખ્ખી અને ચતુર્દશી જૂદાં હેત તે આગમમાં બે શબ્દ જુદા જુદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિર્ણય ઉપર આવીએ છીએ કે, ૫ખી ચતુર્દશીને દિવસે જ થાય.
અગાઉ માસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વ સમંત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે- કોઈપણ આચાર્યું કેઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય, તે તે બહુમત આચરિતજ સમજવું. પણ અનાચરિત નહિ, તીર્થંકર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-“શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદસને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરાવી. નવસે ત્રાણુની સાલમાં ચતુવિધ શ્રી સંઘે ચદશને દિવસે ચામસી પ્રતિક્રમણ કર્યું તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલું વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ છે.
પ્રતિક્રમણ કરવાને વિધિ વેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહી છે, તે ઉપરથી ધારે. તે નીચે પ્રમાણે છે –
पंचविहायारविसु-द्धि हेउमिह साहु सावगो वावि ।
पडिकमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ અર્થ—આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે, અથવા ગુરૂને વેગ ન હોય તે એકલાએ અવશ્ય કરવું. (૧)
૧ સંવત્સરીએ અઠમ, માસીએ છઠ, અને ૫ખીએ ઉપવાસ કરવો. ૨ આઠમ ચઉદશે ઉપવાસ કરવો. 8 તે આઠમ ચોદશે ઉપવાસ કરે. ૪ આઠમે તથા પંખીએ ઉપવાસ, માસીએ છ અને સંવત્સરીએ અઠ્ઠમ કરે