________________
રત્નસાર કથા ]
૨૨૧
રત્નસાર કુમારે પિતા પાસેથી અશ્વ મેળવ્યો અને તે ધૌરિત, વઢિગત, પ્લત અને ઉત્તેજીત વિગેરે ગતિમાં અશ્વને ફેરવવા લાગ્યો. આ પછી તેણે આર્કદિત નામની પાંચમી ગતિમાં અને ફેરવ્યું કે તુર્ત તે સર્વ ઘડાઓને પાછળ મૂકી પવનની પેઠે ત્વરિત ગતિએ અદશ્ય થયા. આ અરસામાં વસુસાર શેઠને ત્યાં પાંજરામાં રહેલ પિપટ બે “હે તાત ! રત્નસારની સાથે મારું જવાનું મન થાય છે. કારણ કે તેની સાથે હું હોઉં તે તેમને સહાય કરે અને વિનેદ કરાવું.” શેઠે સંમતિ આપી. પિપટ ઉડ્યો. અને જોતજેતામાં રત્નસારને જઈ મળ્યો. આમ ફરતાં ફરતાં રત્નસાર સબરસેના નામની મેટી અટવીમાં આવ્યો. અહીં તેણે ઘણું કૌતુક જોયાં પણ આ સર્વ કરતાં અતિ કૌતુક તે તેણે ત્યાં એક તાપસકુમારને જોયો તે હતું. તાપસકુમાર રત્નસારને દેખી હિંડલા ઉપરથી હેઠા ઊતર્યો. પગે લાગ્યા. અને મિત્ર સમ બની પૂછવા લાગ્યો “તમે કે તમારા મા બાપ કેણુ? અને તમે કયાંના વતની છે?” તેવામાં વચ્ચે પોપટ બેલ્યો “તાપસ કુમાર ! આ બધું નિરાંતે પૂછજે. અત્યારે તે તેમને આદર સત્કાર કરે.” તાપસ કુમારે રત્નસાર અને પિપટનું ભિન્ન ભિન્ન ફળ, પુષ્પ, અને શીતળથી આતિથ્ય કર્યું. અને પણ તેને યોગ્ય ખોરાક આપી તૃપ્ત કર્યો. આ પછી પોપટે તાપસકુમારને પૂછયું “તાપસકુમાર ! તમારી નવયૌવન કાયા છે. સુકેમલ શરીર છે. ભાગ્યવાન લલાટ છે તે તમારે શા કારણે તાપસ વ્રત સ્વીકારવું પડયું?' તાપસકુમારને જવાબ આપતાં આંખમાં ઝળઝળીયાં આવ્યાં. કંઠ ભરાઈ ગયો, તે બેલ્યો “જગતમાં પંડિત, શૂરવીર અને ધનાઢય ઘણું માણસ વસે છે. પણ તમારા જેવા પારકા દુઃખે દુઃખી થનાર તે કઈકજ હોય છે.” આ વાત કરે છે તેટલામાં તે પવન ચઢી આવ્યો અને તેમાં રત્નસાર અને પોપટની દષ્ટિ બંધ કરી તે પવન તાપસકુમારને હરી ગયો. પોપટ અને રત્નસારને આમાં કાંઈ ખબર ન પડી. માત્ર કુમાર! મારું રક્ષણ કરો ! બચાવે બચાવો !” આ શ૦૮ શિવાય તેમણે બીજું કાંઈ સાંભળ્યું નહિ. રત્નસારે પવનના વંટેળમાં તાપસકુમારને શોધવા ઘણાં ફાંફાં માર્યા પણ તે સર્વે નિષ્ફળ ગયાં. પોપટે કુમારને કહ્યું “કુમાર ! આ કઈ દેવી કરામત છે, આમાં આપણું ગજું નથી, પવન તાપસકુમારને કેઈ જેજન દૂર લઈ ગયો હશે.” આ પછી કુમાર તાપસકુમારની શોધ કરતે અટકે પણ તેના રટણથી ન અટકે એટલે ફરી પિપટે કહ્યું કુમાર ! માનો કે ન માને! મને તે તાપસકુમાર એ કેઈક કન્યા લાગે છે. કારણકે તેનું વૃત્તાંત પૂછતાં તેણે આંખમાંથી આંસુ કાઢયાં હતાં. અને આંસુ કાઢવાં તે સ્ત્રી સુલભ વસ્તુ છે, હું માનું છું કે કંઈક કન્યાને દેવે હરી તાપસકુમારનું રૂપ આપેલું અને તેણે જ પવનનું રૂપ કરી આપણને રહેવા દઈ તેને હરી લીધે. કુમાર ! ખેદ ન કરે. તાપસકુમાર કન્યા હશે તે જરૂર તને જ પરણશે તે મને નિશ્ચિત લાગે છે.”
રત્નસાર પિપટની યુક્તિયુક્તવાણી સાંભળી આનંદ પામ્ય અને અનુક્રમે પૃથ્વીના વિવિધ આશ્ચને જેતે પોપટ સહિત એક ઉદ્યાનમાં આવ્યો અહિં તે ઉદ્યાનમાં રહેલ ઋષભદેવ ભગવાનના મંદિરમાં પ્રવેશી તેમની પૂજા કરી પિતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યો.