________________
૨૧૬
[ શ્રાદ્ધ વિધિ
વગેરે પહેરમાં દેશવિરૂદ્ધ રાજ્યવિરૂદ્ધ વગેરેને છેડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોકત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતો. આથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધમને વિષે દઢતા થઈ, તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણીમમાં વધુ ને વધુ તે વ્યય કરવા લાગ્યા. આગળ જતાં ધનમિત્ર જૂદા ઘરમાં રહ્યો અને ધાર્મિક જાણીને કઈ શેઠે તેને પિતાની કન્યા પણ આપી. એક વખતે ગાયને સમુદાય વગડામાં જવા નીકળ્યો ત્યારે ગેળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતો હતે. ગાયના સમુદાયનો ધણી ગોવાળિયો “આ અંગારા છે, એમ સમજીને સોનાને નિધિ નાંખી દેતે હતું, તેને જોઈ ધનમિત્રે કહ્યું સોનું છે કેમ નાંખી દે છે.” ગોકુળના ધણીએ કહ્યું“પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સોનું છે” એમ કહી અમને ઠગ્યા તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે ” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહેતું નથી.” ગેકુળના ધણીએ કહ્યું, “એમ હોય તે અમને ગેળ વગેરે આપીને તેજ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું, અને તેથી તેને ત્રીશ હજાર સોનૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળવ્યું તેથી તે માટે શેઠ થયો, ધર્મનું માહાભ્ય કેટલું સાક્ષાત્ દેખાય છે? તેને અનુભવ તેને તેજ ભવમાં થયો. એક દિવસે ધનમિત્ર કમને વશ થઈ સુમિત્ર શેઠને ઘેર એકલે જ ગમે ત્યારે સુમિત્ર શેઠ કોડ મૂલ્યને રત્નને હાર બહાર મુકીને કોઈ કાર્યથી ઘરમાં ગયે, અને તુરત પાછા આવ્યો, એટલામાં રત્નને હાર કયાંય જતો રહ્યો, ત્યારે “અહિં બીજો કેઈ આવ્યો નથી, માટે તેજ લીધે.” એમ કહી સુમિત્ર, ધનમિત્રને રાજસભામાં લઈ ગયો. ધનમિત્રે જિન પ્રતિમાના અધિષ્ઠાયક સમકિતિ દેવતાને ક ઉસ્સગ કરી પ્રતિજ્ઞા કરવા માંડી, એટલામાં સુમિત્રના ખળામાંથીજ રત્નને હાર નીકળ્યો તેથી સર્વે લેકેને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે તેની સમજ પાડતાં પૂર્વભવ કહો, “ગંગદત્ત નામનો ગૃહપતિ અને મગધા નામની તેને સ્ત્રી હતી ગંગદત્તે પિતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિંમતનું રત્ન કેઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તે પણ પોતાની સ્ત્રીને વિષે મેહ હેવાથી ગંગદત્તે તેને “તમારા સગા વહાલાઓએ જ તે રત્ન ચેર્યું છે,” એમ કહી બેટું આળ દીધું. પછી. શેઠની સ્ત્રી બહુ દીલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થયો. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાંખ્યા. હમણાં રત્નને હાર હરણ કર્યો, હજી પણ સર્વસ્વ હરણ કરશે, અને ઘણા ભવ સુધી વેરને બદલે વાળશે. ખરેખર ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય દુઃખ આપે છે?! આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી ખેંચાયેલી સમગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છોડાવ્યો.”
જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલે રાજા તથા ધનમિત્ર મોટા પુત્રને '