________________
૨૧૦
[ શ્રાદ્ધ વિધિ
છતાં પોતાના કુલની ઘણી પ્રશંસા કરે, ૭૬ કઠોર સ્વર છતાં ગીત ગાય, ૭૭ સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કુપણુતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯ જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦ સભાનું કામ પૂરું થયા વિના વચમાંથી ઉઠી જાય, ૮૧ દત થઈ સદેશે ભૂલી જાય, ૮૨ ખાંસીને રેગ છતાં ચેરી કરવા જાય. ૮૩ યશને અર્થે ભજનનું ખર્ચ મોટું રાખે, ૮૪ લાકે વખાણ કરે એવી આશાથી આહાર કરે, ૮૫ જે વસ્તુ થોડી હોય તે ઘણું ભક્ષણ કરવાની મરજી રાખે, ૮૬ કપટી અને મીઠાબોલા લોકેના પાસમાં સપડાય, ૮૭ વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮ બે જણ કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે ત્રીજો થઈ ઉભો રહે, ૮૯ આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૯૧ ધન પાસે નહિં છતાં ધનથી થનારાં કામ કરવા જાય, ૯૨ લેકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૯૪ યશને અર્થે અજાણુ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, લ્પ સવ ઠેકાણે ભરૂસે રાખે, ૯૬ લેક વ્યવહાર ન જાણે
૭ યાચક થઈ ઉષ્ણ ભજન જમવાની ટેવ રાખે, ૯૮ મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, ૯ કુકર્મ કરતાં શરમાય નહીં, અને ૧૦૦ ભાષણ કરતાં બહુ હસે, તે મૂર્ખ જાણ. આ રીતે તે પ્રકારના મૂખે કહ્યા છે.
વળી જેથી આપણે અપશય થાય તે છેડવું. વિવેક વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે–વિવેકી પુરૂષને સભામાં બગાસું, હેડકી, ઓડકાર, હાસ્ય વગેરે કરવાં પડે તે મેં આગળ લુગડું ઢાંકીને કરવાં. તથા સભામાં નાક ખેતરવું નહીં, હાથ મરડવા નહી, પલાંઠી ન વાળવી, પગ લાંબા ન કરવા, તથા નિદ્રા વિકથા અને ખરાબ ચેષ્ટા ન કરવી. અવસર આવે કુલીન પુરૂષોનું હસવું માત્ર હેઠ પહોળા થાય એટલું જ હોય છે, પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે. બગલમાં શીસેટી વગાડવા આદિ અંગવાઘ, વગર પ્રજને તૃણુના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખેતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, આવી ચેષ્ટાઓ હંમેશાં વર્જવી. વિવેકી પુરૂષ ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પિતાની પ્રશંસા સાંભળી મનમાં અહં. કાર ન લાવ. તથા સમજુ લોકે વખાણ કરે છે તે ઉપરથી આપણામાં ગુણ છે, એટલે નિશ્ચય ફક્ત કરે, પણ અહંકાર ન કરે. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનને અભિપ્રાય બરાબર ધાર. તથા નીચ માણસ હલકાં વચન બોલે તે તેને બદલો વાળવા તેવાં વચન પિતાના મુખમાંથી કાઢવાં નહીં ડાહ્યા પુરૂષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાન કાળમાં ભરૂસો રાખવા ગ્ય ન હોય, તે વાતમાં એ એમજ છે એ સ્પષ્ટ પિતાનો અભિપ્રાય ન જણાવ, વિવેકી પુરૂષોએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કોઈ દાખલાદલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવું કેઇનું વચન હોય તે તે આપણા કાર્યની