________________
ઉચિતાચરણ ]
૨૧૧
સિદ્ધિને અર્થે અવશ્ય કબુલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તે તેને પહેલેથીજ તેમ કહી દેવું કે મારાથી નહિ બને પણ મિથ્યા વચન કહીને ખાલી કેઈને ધક્કા ન ખવરાવવા. સમજુ લોકોએ કઈને કડવાં વચનન સંભાળવવાં. પોતાના શત્રુઓને તેવાં પરૂષ વચન સંભળાવવાં પડે તે તે પણ અન્યક્તિથી એટલે બીજા કેઈ બહાનાથી સંભાળવવાં. જે પુરૂષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરેણા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પિતાની સંતતિ, ભાઈયાત, ચાકર, બહેન, આશ્રિત લોકો, સગા સંબંધી અને મિત્ર એટલાની સાથે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સરખું સૂર્ય તરફ ન જેવું. તેમજ ચંદ્ર સૂર્યનું ગ્રહણ મોટા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશ ન જેવું. શ્રી પુરૂષને સંગ, મૃગયા, તરૂણ અવસ્થામાં આવેલી નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રીડા અને કન્યાની ઍની એટલા વાનાં ન જેવાં, વિદ્વાન્ પુરૂષ પોતાના મુખને પડછાયો તેલમાં જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ, કારણકે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનને ભંગ, ગઈ વસ્તુને શોક તથા કેઈને નિદ્રાભંગ કેઈ કાળે પણ ન કરે, ઘણાની સાથે વિર ન કરતાં ઘણાના મતમાં પોતાને મત આપે. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરૂષોએ સર્વ શુભ કાર્યમાં અગ્રેસર થવું. જે માણસો કપટથી પણ નિસ્પૃહપણું દેખાડે છે તેમને પણ તેથી ફળ અવશ્ય નીપજે છે. જે પુરૂષોએ કેઈનું પણ નુકસાન થાય એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કેઈ કાળે અદેખાઈ કરવી નહીં. પોતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિને સંપ થાય તેમ કરવું. કારણ કે, એમ ન કરે તે માન્ય પુરૂષોની માનખંડના અને અપયશ થાય. પિતાની જાતિ છેડીને પરજાતિને વિષે આસક્ત થએલા લોકે કુકર્દમ રાજાની પેઠે મરણાંત કષ્ટ પામે છે. જ્ઞાતિઓ મહેમણે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે. અને સંપમાં રહે તે જેમ જળમાં કમલિની વધે છે તેમ વૃદ્ધિ પામે છે, સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલે પિતાને મિત્ર સાધમી, જ્ઞાતિને આગેવાન, મહેટા ગુણી તથા પુત્ર વિનાની પિતાની બહેન એટલા લોકેનું અવશ્ય પિષણ કરવું. જેને હેટાઈ ગમતી હોય એવા પુરૂષે સારથિનું કામ પારકી વસ્તુનું ખરીદ વેચાણ તથા પિતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું.
મહાભારતમાં પણ ઊંચતાચરણ સંબંધી આ પ્રમાણે જણાવેલ છે.
મહાભારત વગેરે ગ્રંથમાં પણ કહ્યું છે કે ૧ પુરૂષે બ્રાહ્મ મુહૂત્તને વિષે ઉઠવું, અને ધર્મને તથા અને વિચાર કર. ૨ સુર્યને ઉગતાં તથા આથમતાં કોઈ વખતે પણ ન જે. ૩ પુરૂષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશામાં અને કાંઈ હરકત હોય તે ગમે તે દિશાએ મુખ કરીને મળમૂત્રને ત્યાગ કરે. ૪ આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરૂને વંદના કરવી, તેમજ ભેજન કરવું. ૫ હે રાજા! જાણ પુરૂષે ધન સંપાદન કરવાને માટે પ્રયત્ન અવશ્ય કરે કારણ કે તે હોય તેજ ધર્મકાર્ય વગેરે થઈ શકે