________________
૨૦૬
[ શ્રાદ્ધ વિધિ
પણ યવનની પેઠે કાઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું; પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસેા મૂખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનતિ વગેરે કરવા ન જવું. કહ્યું છે કે ગમે એવી અસાર વસ્તુ હોય તે પણ તે જે ઘણી ભેગી થાય, તે તેથી જય થાય છે. જીએ, તૃણુના સમુદાયથી બનેલું દોરડું હાથીને પણ ખાંધે છે,' મસલત બહાર પાડવાથી કા ભાગી પડે છે, તથા વખતે રાજાના કાપ વગેરે પણ થાય છે. માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી માંàામાંહે ચાડી કરવાથી રાજા આદિ આપણું અપમાન તથા દંડ વગેરે પછુ કરે. તથા સરખા ધધાવાળા લેાકેાનું કુસ પમાં રહેવું નાશનું કારણુ છે. કહ્યું છે કે એક પેટવાળા, એ ડાકવાળા અને જૂદાં જૂદાં ફળની ઈચ્છા કરનારા ભારડ પક્ષની પેઠે કુસરૂપમાં રહેનારા લોકોના નાશ થાય છે. જે લેાકેા એક બીજાનાં મર્મીનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સપ'ની પેઠે મરણુ પર્યંત દુઃખ પામે છે.’ (૩૭)
કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તેા ત્રાજીઆ સમાન રહેવું; પણ સ્વજન સ`ખંધી તથા પેાતાની જ્ઞાતિના લેાકેા ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લ્લઘન ન કરવું. (૩૮)
પ્રમળ લાકાએ દુબળ લેાકેાને ઘણા દાળુ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. · તથા થાડા અપરાધ હાય તા એકદમ તેના વધુ દંડ ન કરવા.
દાણુ, કર વગેરેથી પીડાયેલા લેાકેા માંડામાંહે પ્રીતિ ન હેાવાથી સંપ મૂકી દે છે. સપ ન હોય તે ઘણા અલિષ્ટ લાકા પણ વગડામાંથી જૂદા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવજ પામે છે માટે માંહેામાંહે સંપ રાખવા એજ સારૂં છે. કહ્યું છે કે ‘માણસાના સંપ સુખકારી છે. તેમાં પણ પોત પોતાના પક્ષમાંતે અવશ્ય સંપ હાવાજ જોઇએ. જુઓ ફાતરાથી પણ જૂદા પડેલા ચાખા ઉગતા નથી. જે પવતાને ફાડી નાંખે છે, તથા ભૂમિને પણ વિદ્યારે છે; તે જળના પ્રવાહને તૃણુના સમુદાય રોકે છે. એ સપના મહિમા છે.' (૩૯)
પેાતાનું હિત ઈચ્છનારા લેાકાએ રાજાના, દેવસ્થાનના અથવા ધમ ખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લેાકેાની સાથે લેણ દેણુના વ્યવહાર ન કરવા, અને જ્યારે આમ છે તે પછી રાજાની સાથે વ્યહવાર નજ કરવા એમાં તે કહેવુંજ શું ?
રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લા ધન લેવું હાય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ એસવા આસન, પાનબીડાં આદિ આપી ખોટા ખાદ્ય ભભકા દેખાડે છે, અને ભલાઈ પ્રગટ કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે અમે ફલાણું તમારૂં કામ નહોતું કર્યું ? ” એમ કહી પાતે કરેલા તલના ફાતરા સરખા યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વની દાક્ષિણ્યતાને તેજ વખતે મૂકી દે છે. એવા તેમના