________________
૧૯૮
[ શ્રાદ્ધ વિધિ
પથારી વગેરે ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગળવું, ચૂલો તૈયાર કરે, થાળી આદિ વાસણ ધોવાં. ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાય દેહવી, દહીં વલોવવું, રસેઈ કરવી, જમનારાઓને ઉચિતપણે અન્ન પીરસવું, વાસણ વગેરે ખાં કરવાં, તથા સાસુ. ભરથાર નણંદ, દીઅર વગેરેને વિનય સાચવવે. એ રીતે કુલવધૂનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગૃહકૃત્યોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તે ગૃહકૃત્યો બગડે છે. સ્ત્રીને કોઈ ઉદ્યમ ન હોય તે તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૃત્યોમાં સ્ત્રીઓનું મન વળગાડવાથીજ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે “પુરૂષેપિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હંમેશાં રક્ષણ કરવું, અને પિતાના આત્માને સંયમ યોગ વડે હંમેશાં ઉદ્યમમાં રાખવે. સ્ત્રીને આપણાથી છૂટી ન શખવી એમ કહ્યું એનું કારણ એ છે કે–પ્રાયે માહમાંહે જેવા ઉપરજ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે–જેવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણના વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી, પુરૂષને વિષે સ્ત્રીનો દઢ પ્રેમ થાય છે.” “ન જેવાથી, અતિશય જેવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હંમેશાં મુસાફરી કરતે રહે તે સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય. અને તેથી કદાચ વિપરિત કામ પણ કરે; માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી. (૧૫)
પુરૂષ વગર કારણે ક્રોધાદિકથી પિતાની સ્ત્રીની આગળ “હારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાન વચન ન કહે, કઈક અપરાધ થયે હોય તે તેને એકાંતમાં એવી શીખામણ દે કે, પાછો તે તે અપરાધ ન કરે, સ્ત્રી ઘણુ ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે. ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતે તેની આગળ કહે નહિ,
હાર ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન બેલવાં, એનું કારણ એ છે કે, કોણ એ મૂર્ણ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કહ્યું છે કે—બે સ્ત્રીના વશમાં પડેલે પુરૂષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણી છાંટ પણ ન પામે, અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરૂષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતો રહે, અથવા નરકાવાસ ભેગવે તે કાંઈક સારું, પણ તેણે બે સ્ત્રીઓને ભર થવું, એ સારું નથી.” કદાચ કોઈ ગ્ય કારણથી પુરૂષને બે સ્ત્રીઓ પરણવી પડે, તે તેણે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કેઈને પણ વારે ખંડિત ન કરે. કારણકે શેયને વારે તેડાવીને પિતાના પતિની સાથે કામસભંગ કરનાર સ્ત્રીને ચેથાવતને બીજે અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણી ક્રોધે ભરાણી હેય તે તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે તે કદાચ સમદરની સ્ત્રીની પેઠે સહસાકારથી કૂવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશા નરમાશથી વર્તવું. કેઈ કાળે પણ કઠેરપણું ન બતાવવું.