________________
ઉચિતાચરજી ]
૨૦૧
‘કુળથી, જન્મથી અને રૂપથી ખરાખર હેાય એવી કન્યા પરણાવવી ’ એમ કહેવાનું કારણ એ છે કે, કોડ સ્ત્રી સાથે ભર્તારના યાગ થાય તા તેમનેા તે ગૃહવાસ નથી. પણ માત્ર વિટ’ખણા છે, તથા એક બીજા ઉપરના રાગ ઉતરી જાય તે ક્દાચ મને જણા અનુચિત કૃત્ય કરે એવા પણ સંભવ છે, આ વિષય ઉપર એક દૃષ્ટાંત સંભળાય છે તે આ પ્રમાણે છે:
ભેાજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણા કુરૂપ અને નિર્ગુČી એવા પુરૂષ તથા અતિરૂપવતી અને ગુન્નુવાન એવી સ્ત્રી વસતાં હતાં, ખીજા ઘરમાં તેથી ઉલટુ એટલે પુરૂષ સારા અને સ્ત્રી એશીકલ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચારે ખાતર પાડયું, અને અન્ને કજોડાને જોઈ કાંઈ ન ખેલતાં સુરૂપ પુરૂષ પાસે સુપ સ્રીને અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી. જ્યાં સુરૂપ સુરૂપના યાગ થયા તે અને સ્રીપુરૂષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીના ચેાગ થયા, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યેા. રાજાએ ઢંઢેરા પીટાબ્યા ત્યારે ચારે આવીને કહ્યું કે, મહારાજ! રાત્રિને વિષે પરદ્રવ્યના અપહાર કરનારા મેં વિધાતાની ભૂલ સુધારી છે, એક રત્નના બીજા રત્નની સાથે યાગ કર્યો છે.’ ચારનું વચન સાંભળી હસનારા રાજાએ તેજ વાત પ્રમાણુ કરી.
*
*
વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “ પુત્રને ઘરના કાર્યભારમાં જોડવે.” એમ કહેવાનું કારણ એ છે કે; ઘરના કાભરમાં જોડાયેલા પુત્ર હંમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદોન્મત્ત ન થાય તેમજ ઘણા દુ:ખ સહન કરી ધન કમાવવુ પડે છે એની ખબર પડતાં અનુચિત વ્યય કરે નહિ, · ઘરની માલિકી સોંપવી, ' એમ કહ્યું તેનું કારણ એ છે કે, મ્હોટા લેાકા ચેાગ્ય કાય ન્હાનાને માથે નાખે તેાતેથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય છે, ઘરના કાર્ય ભાર સારી પરીક્ષા કરીને ચેાગ્ય પુત્ર ન્હાના હાય તે તેને માથેજ નાંખવા. કારણ કે, તેમ કરવાથીજ નિર્વાહ થવાના, તથા તેથી શાલા વગેરે વધવાના પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલા સર્વે પુત્રોની પરીક્ષા કરી સામે પુત્ર જે શ્રેણિક યેાગ્ય હતા તેથી તેને માથેજ રાજ્યભાર સાંપ્યું. પુત્રની પેઠેજ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ ચાગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું.જેમ ધનશ્રેણીએ ચેાખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી, ચાથી વહુ રાહિણીનેજ ઘરની સ્વામિની કરી, તથા ઉજ્જિતા, ભાગવતી અને રક્ષિતા એ ત્રણે મ્હાટી વહૂઓને ચેાગ્યતા પ્રમાણે અનુક્રમે છાણુ વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું. (૨૧)
પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હાય તા તેને ધ્રુતાદિ વ્યસનથી થતા ધનનેા નાશ, લેાકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતા અટકે છે. તથા લાલ, ખરચ
}