________________
૧૯૬
[ શ્રાદ્ધ વિધિ
વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય, તથા
ઠંગ લેાકેાથી ઢગાય નહી. ધન છાનું ન રાખે એટલે મનમાં દગા રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુઃખ પડશે અને આમાં કાંઈ ધનના સ ંગ્રહ કરવા જોઇએ એમ ધારી જો કાંઈ છુપું ધન રાખે તે તેમાં કાંઈ દોષ નથી. (૯)
હવે નઠારી સામતથી પાતાના ભાઇ ખરાબ રસ્તે ચડે તેા શુ કરવુ તે વિષે કહે છે.
વિનય રહિત થએલા પેાતાના ભાઈને તેના દાસ્તા પાસે સમજાવે, પછી પાતે એકાંતમાં તેને ઠપકો આપે અને બીજા કોઈ અવિનયી માણસા ખાનાથી તેને તેના કાકા, મામા, સસરા, સાળા, વગેરે લેાકા પાસે શિખામણુ દેવરાવે, પણ પોતે તેના તિરસ્કાર કરે નહી. કારણ કે તેમ કરવાથી તે કદાચ એ શરમ થાય, અને મર્યાદા મૂકી દે. [૧૦]
હૃદયમાં સારા ભાવ હોય તેા પણ બહારથી તેને પેાતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માગ સ્વીકારે, ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે, ઉપર કહેલા ઉપાય કર્યો પછી પણુ જો તે ભાઈ ઠેકાણે ન આવે તે તેના એ સ્વભાવજ છે ” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે. (૧૧)
""
ભાઈના સ્ત્રી અને પુત્ર પરિવારની કાળજી રાખવી.
ભાઈના સ્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે ખાખતમાં સમાન દૃષ્ટિ રાખવી, એટલે પેાતાનાં સ્રી પુત્ર વગેરેની માફક તેમની પણ આસના વાસના કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી પુત્ર વગેરેનાં માન વગેરે સવ' ઉપચાર તા પેાતાનાં સ્ર પુત્ર કરતાં પણ વધુ કરવાં. કારણકે સાવકા ભાઈના સંબંધમાં થોડી પણ ભેદ રાખવામાં આવે તે તેમનાં મન બગડે છે, અને લેાકમાં પણ અપવાદ થાય છે.
એ રીતે પેાતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લેાકેાના સમ ધમાં પણ ઉચિત આચરણ તેમની યેાગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કહ્યું છે કે—૧ ઉત્પન્ન કરનાર, ૨ ઉછેરનાર, ૩ વિદ્યા આપનાર, ૪ અન્ન વસ્ર દેનાર, અને ૫ જીવને બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે. ૧ રાજાની સ્ત્રી, ૨ ગુરૂની સ્ર, ૩ પેાતાની સ્ત્રીની માતા ૪ પેાતાની માતા અને ૫ પેાતાની ધાવમાતા એ પાંચે માતા કહેવાય છે. ૧ સગા ભાઇ, ૨ સાથે ભણનાર, ૩મિત્ર, ૪ માંદગીમાં માવજત રાખનાર અને ૫ માર્ગોમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઈ કહેવાય છે.' ભાઇઓએ માંહા માંહે ધર્માંકરણીની એકબીજાને સારી પેઠે યાદ કરાવવી. કહ્યું છે કે— જે પુરૂષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસાર રૂપ ઘરમાં માહનિદ્રાથી સુતેલા માણસને જગાડે તે તેના પરમ બધુ કહેવાય.’ ભાઇઓની માંડા માંડે પ્રીતિ ઉપર ભરતના દૂત આવે શ્રીઋષભદેવ ભગવાનને સાથે પૂછવા ગએલા અરૃણું ભાઇનું દૃષ્ટાંત જાણુવું. ભાઇ માફક મિત્રની સાથે પણ ચાલવુ (૧૨)