________________
૧૯૨
[ શ્રાદ્ધ વિધિ
૭ વડીલ લાકા સંબંધી, ૮ શહેરના રહીશ લેાકેા સંબંધી, તથા ૯ અન્યદની સંબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણુ દરેક માણસે કરવું જોઇએ. (૨)
૧ હવે પિતાના સંબંધમાં મન નચન કાયાથી ત્રણ પ્રકારે ચિત આચરણ કરવું પડે છે, તે સંબંધે હિતોપદેશમાળાના કર્તા કહે છે,
પિતાની શરીર સેવા ચાકરની પેઠે પોતે વિનયથી કરવી. તે આ રીતે—તેમના પગ ધાવા, તથા દાખવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને સદે એવુ લેાજન, બિછાનું, વચ્ચે ઉવટણું વગેરે ચીને આપવી. એ તથા એવાં ખીજા' પિતાજીનાં કામ સુપુત્રે પાતે વિનયથી કરવા, પણ કાઈના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વિગેરેથી ન કરવાં. અને તે પાતે કરવાં, પણ ચાકર વિગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે-‘પુત્ર પિતા આગળ બેઠો હોય ત્યારે તેની જે શાલા દેખાય છે, તે શાભાના સામા ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તા પણુ કયાંથી આવે ?' તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજ્યાભિષેકને અવસરેજ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાંજ “હાજી, આપની આજ્ઞા પ્રમાણુ છે. આજ્ઞા માફક હમણાંજ કરૂં છું” એમ કહી ઘણા માનથી તે વચન સ્વીકારવું; પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી, માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણી વાર લગાડી અથવા કહેલું કામ અધુરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહી. (૩)
સુપુત્રે દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસ’દ પડે તેમ કરવું. કેમકે પેાતાની બુદ્ધિથી કાંઇ ખાસ કરવા જેવું કામ ધાયું હાય તા પણ તે પિતાને મનગમતું હોય તેાજ કરવું. તથા સેવા, ગ્રહણુ આદી તથા લૌકિક તથા અલૌકિક સ વ્યવહારમાં આવનારા ખીજા સવ* જે બુદ્ધિના ગુણા તેમના અભ્યાસ કરવા. બુદ્ધિના પહેલા ગુણુ મા બાપ વગેરેની સેવા કરવી એ છે. અહુજાણુ એવા મા બાપ વગેરેની સારી સેવા કરી હોય તે, તે દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે—જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા. ન કરનારા અને પુરાણુ તથા આગમ વિના પેાતાની બુદ્ધિથી જૂદી જૂદી કલ્પના કરનારા લેાકેાની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી વૃદ્ધ જે જાણે છે, તે કરાડા તરૂણ લેાકેા પણ જાણી શકતા નથી. જુએ, ‘રાજાને લાત મારનાર માણુસ વૃદ્ધના વચનથી પૂજાય છે, માટે વૃદ્ધ પુરૂષાનું વચન સાંભળવુ, તથા કામ પડેબહુશ્રુત એવા વૃદ્ધનેજ પૂછ્યું જુઓ, વનમાં હંસનું ટાળુ' અંધનમાં પડયું હતું તે વૃદ્ધના વચનથી છૂટયું.' તેમજ પેાતાના મનમાંના અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહેવા. (૪)
પિતાને પૂછીને દરેક કામને વિષે પ્રવર્તે, જે કદાચ પિતા કાઇ કામ કરવાની ના હે તા તે ન કરે. કાંઇ ગુન્હા થયે પિતાજી કઠંડુ શબ્દ મેલે તે પણ પેાતાનું વિનીતપણું ન મૂકે. અર્થાત મર્યાદા મૂકીને ગમે તેમ દુત્તર ન કરે.