________________
૧૩૦
[ શ્રાદ્ધવિધિ
કરનાર ૨૫દઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુકિત જનારે થયો. એ પરલોકનું ફળ જાણવું. કહ્યું છે કે-પચ્ચકખાણ કરવાથી આશ્રવને ઉચછેદ થાય છે. આશ્રવના ઉછેદથી તૃષ્ણને ઉચ્છેદ થાય છે. તૃષ્ણના ઉચ્છેદથી ઘણે ઉપશમ થાય છે. ઘણું ઉપશમથી પચ્ચકખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કમને વિવેક થાય છે. કર્મના વિવેકથી અપૂર્વકરણ મળે છે. અપૂર્વકરણની પ્રાપ્તિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી સદાય સુખનું સ્થાન મોક્ષ મળે છે. આથી પચ્ચકખાણ કરવું જોઈએ અને પચ્ચકખાણ કર્યા બાદ શ્રાવકે સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને યથાયોગ્ય વંદન કરવું. હું નહિ છોડી શકું? તેના ત્યાગમાં મારે પ્રાણ ત્યાગ છે' તેમ જવાબમાં વસંતતિલકાએ આમ કહ્યું: વસંતસેનાએ સમયજતાં એકવાર ચંદ્રહાસ મદિરા પાઈ બંનેને બેભાન કર્યા અને ધમ્મિલને ઉપાડી દૂર જંગલમાં મુકો. ધમ્મિલ ઘેર પાછો ફર્યો. ઘર સૂનું જોયું પુછતાં ખબર પડી કે માતા પિતા મૃત્યુ પામ્યા છે અને નિર્ધન બનેલી પત્ની પિયર ગઈ છે.” કર્તવ્ય મૂઢ બની તે આપઘાત કરવા તૈયાર થયે પણ તેને દિવ્ય પ્રેરણાએ રક. તે આગળ જંગલમાં વળ્યો ત્યાં તેને અગડદત્ત મુનિ મળ્યા. મુનિએ તેને વિષય વાસના છેડી ધર્મ માગે પ્રવતવા ખુબ સમજાવ્યું પણ તેમાં તેને પિતાની જાત અસમર્થ લાગી. મુનિના ઉપદેશથી છ માસ તક તેણે આયંબિલ તપ કર્યું. છ માસને અંતે આકાશવાણી થઈ કે “ધમ્મિલ! તું ૩૨ રાજકન્યાઓને સ્વામી થઈશ, પુષ્કળઋદ્ધિ મેળવીશ અને અંતે કલ્યાણ સાધીશ” તેજ રાત્રિએ કઈ ધમ્મિલને બદલે આ ધમ્મિલ્લને વિમળા ભેટાણી. અને ત્યાર પછી ધમ્મિલ ૩૨ રાજકન્યાઓ પર. યમતિ અને વસંતતિલકાને પણ મળ્યો અને કુશા ગપુરમાં આવ્યો. અંતે વિમળાના પુત્ર પદ્મનાભને ગૃહભાર ભળાવી ધમ્મિલ્લ વિમળા અને યશોમતી સાથે ચારિત્ર અંગીકાર કરી બારમે દેવલેકે ગયે. આ રીતે આ ભવમાં તપ કરવાના ફળ ઉપર ધર્મિલ્લનું દષ્ટાંત છે.
૨૫. દઢ પ્રહારીની કથા-વસંતપુરમાં એક બ્રાહ્મણ રહેતું હતું. તેણે પિતાનું ધન વિષયાદિકમાં ગુમાવ્યું પછી તે ચોરી કરવા લાગે. ઘણીવાર તેને રાજાએ શિક્ષા કરી પણ તે ન અટકો એટલે તેને ગામ બહાર કાઢી મુક્યો તેથી તે ચેરની પલ્લીમાં ગયો. ચરને પુત્ર ન હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી તે કુર હોવાથી અને બળવાન હોવાથી જેને પ્રહાર કરતે તે તુર્ત મરી જતે આથી લેકે તેને દઢ પ્રહારી કહેવા લાગ્યા.
એક વખત દઢપ્રહારીએ પિતાના સાથીદારે સહિત કુશસ્થળમાં ધાડ પાડી. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતું હતું. તેને ઘણાં છેકરાં હતાં. છેકરાઓએ એક વખત ખીર ખાવાની હઠ લીધી. બ્રાહ્મણે જ્યાં ત્યાંથી દૂધ–ખા ભેગા કરી ખીર બનાવરાવી હતી.