________________
વ્યવહાર શુદ્ધિ ]
૧૭૧
વિવેકી પુરૂષ જેમ લેાકી આપણા ઉપર પ્રીતિ કરે તેમ વર્તવું કહ્યું છે કે- ઇંદ્રિયા જીતવાથી વિનય ગુણુ ઉત્પન્ન થાય છે. વિનયથી ઘણા સદ્દગુણાની પ્રાપ્તિ થાય છે; ઘણા સદ્ગુણેાથી લેાકેાના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લેાકેાના અનુરાગથી સર્વ સ`પત્તિ ઉત્પન્ન થાય છે.
વિવેકી પુરૂષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલા સંગ્રહ વગેરેની વાત કોઇની આગળ ખુલ્લી ન કરવી. કહ્યું છે કે‘જાણુ પુરૂષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણુ, દુરાચાર, મમ અને મંત્ર એ આઠ પેાતાની વસ્તુ ગુપ્ત રાખવી.' કાઇ અજાણ્યા માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તા, અસત્ય ન મેલવું; પણ એમ કહેવું કે “ એવા સવાલનું શું કારણ છે ? ” વગેરે યેાગ્ય જવાબ ભાષાસમિતિથી આપવા. રાજા, ગુરૂ વગેરે મ્હોટા પુરૂષષ ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તેા, પરમાથી જે વસ્તુ જેવી હાય તેવી કહી દેવી. કહ્યુ છે કે—મિત્રાની સાથે સત્ય વચન ખાલવુ', સીની સાથે મધુર વચન ખેલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન ખેલવુ' અને પેાતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન ખેલવું. સત્ય વચન એ એક માણસને મ્હોટા આધાર છે. કારણ કે, સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. સત્ય વચન મેલવા ઉપર મહસિંહનું દૃષ્ટાન્ત
દિલ્હી નગરીમાં એક મહણસિંહ નામે શેઠ રહેતા હતા. તેની સત્યવાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી બાદશાહે એક દિવસે મહુસિંહેની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછ્યું કે, “ ત્હારી પાસે કેટલું ધન છે ?” ત્યારે મહુસિંહૈ સવ લેખ સમ્યક્ પ્રકારે જોઇ બાદશાહને સાચે સાચુ' કહ્યું કે, “ મ્હારી પાસે આશરે ચારાશી લાખ ટંક હશે. મેથાડુ ધન સાંભળ્યું હતું, અરે એણે તે બહુ કહ્યુ. ” એમ વિચારી ખાદશાહ ઘણા પ્રસન્ન થયા, અને તેણે મહસિંહને પેાતાના ભડારી અના.
""
આવીજ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન છોડે એવા શ્રીજગચ્ચદ્રસૂરિના શિષ્ય ભીમ નામે સેાની રહેતા હતા. એક વખતે શસ્ત્રધારી યવનાએ શ્રીમલ્લિનાથજીના મંદિરમાં ભીમને પકડી મંદીખાનામાં રાખ્યા. ત્યારે ભીમના પુત્રાએ પિતાજીને છેડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લેાકેાને ભેટછુ કર્યું. યવનાએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી ત્યારે ભીમે ખાટા ટાંક છે તેમ કહ્યું તેથી પ્રસન્ન થઇ તેમણે ભીમને છેાડી દીધેા, અને તેના પુત્રાને તેજ વખતે મારી નાંખ્યા. તેમના મરણુ દિવસે તેમને નિમિત્તે આજે પણ ત્યાં શ્રીમદ્ભુિનાથજીની મહાપૂજા વગેરે થાય છે.
વિવેકી પુરૂષે આપત્તિ વખતે મદદ મળે, તે સારૂ મિત્ર કરવો. કે જે ધમથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવાજ સદ્ગુણાથી આપણી ખરાખરીનેા, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે—રાજાના મિત્ર તદન શક્તિ વિનાના હોય તે પ્રસ ંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તેના મિત્ર રાજાથી વધારે