________________
૧૮૬
[ શ્રાદ્ધવિધિ
ભાઈ પાતાક ધનવંત અને મોટે ભાઈ કાયાક બહુ દરિદ્રી હતો માટે ભાઈ દરિદ્રી હોવાથી નાનાને ઘરચા કરી કરી પોતાને નિર્વાહ કરે છે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલ કાયાક રાત્રિએ સુઈ રહ્યો. એટલામાં પાતાકે એલંભે દઈને કહ્યું કે, “ભાઈ ! આપણા ખેતરોના કયારડામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એ ઠપકે સાંભળી તુરત પિતાની પથારી છેડી કાયાક “દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનારા પિતાના જીવની નિંદા કરતો છતાં કેદાળ લઈ ખેતરે ગયો, અને કેટલાક લોકોને ફાટી ગએલા કયારડાને ફરીથી સમા કરતા જોઈ તેણે પૂછયું કે, “તમે કેણ છે?” તેમના જવાબમાં તેમણે કહ્યું કે “અમે તારા ભાઈના ચાકર છીએ.”પાછું કાકૂયાકે પૂછયું કે, “મારા ચાકર કઈ ઠેકાણે છે?” તેમણે કહ્યું કે, “વલ્લભીપુરમાં છે.” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાં જ કાયાક પિતાને પરિવાર સાથે લઈ વલભીપુર ગયો. ત્યાં ગપુરમાં ભરવાડ લેકે રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તથા તેમાં તે લોકોની મદદથી એક નાની દુકાન કાઢીને રહ્યા. કાક્યાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ લોકે તેને “કશ્રેષ્ઠી” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કેઈ કાર્પેટિક, શાસ્ત્રમાં કહેલા ક૫ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલો કલ્યાણસ્સ તુંબડીમાં ભરી લઈ આવતો હતો. એટલામાં વલ્લભીપુરના નજદીક ભાગમાં આવતાં “કા તુંબડી” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી બીક પામેલા કાર્પેટિકે વલ્લભીપુરના પરામાં કપટી એવા કાઢ્યાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ સુકી અને તે પિતે સેમિનાથની યાત્રાએ ગયે.
એક વખતે કાંઈ પર્વ આવે કાયાકના ઘરમાં પાક વિશેષ વસ્તુ તૈયાર કરવાની હવાથી ચુલા ઉપર તાવડી મૂકી. તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું હતું. અગ્નિને સંયોગ થતાંજ તે તાવડી સુવર્ણમય થએલી જઈ કાયાકે નિશ્ચયથી જાણ્યું કે, “આ નંબડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સાર વસ્તુ અને તે તુંબડી બીજે કઈ સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું, અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહે ત્યાં રહેતાં છતાં એક સ્ત્રી ઘી વેચવા આવી. તેનું ઘી તળી લેતાં કાકૂયાની નજરમાં એમ આવ્યું કે, “ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી.” તે ઉપરથી કાયાકે નિશ્ચય કર્યો કે, “એ પાત્રની નીચે ઉઢાણી છે, તે કાળી ચિત્રકવેલીની છે” પછી તેણે કઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી, આ રીતે જ કપટ કરી તેણે ખોટાં ત્રાજવાથી અને ખોટા માપથી વેપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ રંકશ્રેણીને ઘણા ધનનો લાભ થયો. એક સમયે કઈ સુવર્ણ સિદ્ધિ કરનાર પુરૂષ તેને મળે. ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રંકશ્રેષ્ટિ કેટલાક કરેડે ધનને માલીક થયો. પિતાનું ધન કે તીર્થે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દર રહ્યું