________________
વ્યવહાર શુદ્ધિ ]
૧૭૩
કરવાની ઈચ્છા ન હોય, ત્યાં દ્રવ્ય સંબંધ કર અને પિતાની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવા ભયથી ત્યાં ત્યાં ઉભા ન રહેવું.” એમનીતિને વિષે પણ કહ્યું છે કે “જ્યાં દવ્ય સંબંધ અને સહવાસ એ બે વાનાં હોય, ત્યાં કલહ થયા વિના રહે નહિ.”
પિતાના મિત્રને ઘેર પણ કેઈ સાક્ષિ રાખ્યા વિના થાપણ મુવી નહિં, તેમજ પિતાના મિત્રને હાથે દ્રવ્ય મોકલવું પણ નહીં. કારણ કે, અવિશ્વાસ ધનનું અને વિશ્વાસ અનર્થનું કારણ છે. કહ્યું છે કે–વિશ્વાસુ તથા અવિશ્વાસુ બને માણસે ઉપર વિશ્વાસ ન રાખવે. કારણ કે, વિશ્વાસથી ઉત્પન્ન થએલો ભય મૂળથી નાશ કરે છે. એ કોણ મિત્ર છે કે, જે ગુપ્ત થાપણ મૂકી હોય તે તેને લેભન ઉઠાવે ? એક ઠેકાણે કહ્યું છેકે “શેઠ પિતાના ઘરમાં કોઈની થાયણ આવી પડે ત્યારે તે પિતાના દેવતાની સ્તુતિ કરીને કહે કે, જે એ થાપણને સ્વામી શીવ્ર મરણ પામે તો તને માનેલી વસ્તુઓ આપીશ.” વળી એમ પણ કહ્યું છે કે “ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગ્રહસ્થને નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં. માટે વિવેકી પુરૂષે ધનનું અગ્નિની પેઠે રક્ષણ કરવું. સાક્ષિ રાખીને દ્રવ્ય આપ વે ઉપર ધનેશ્વર શ્રેષ્ઠિનું દૃષ્ટાંત નીચે આપ્યું છે.
ધનેશ્વર નામે એક શેડ હતું, તેણે પિતાના ઘરમાંની સર્વ સારી વસ્તુ એકઠી કરી તેનું રેકડું નાણું કરી એકેકનું ક્રોડકોડ નૈયા દામ ઉપજે એવાં આઠ રત્ન વેચાતાં લીધાં, અને કેઈ ન જાણે તેવી રીતે પિતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પિતે ધન મેળવવા માટે પરદેશ ગયે. ત્યાં બહુ કાળ રહ્યા પછી દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ, અને મરણ પામે. કહ્યું છે કે–પુરૂષ મચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જુદું જ ચિંતવે છે, અને દેવગથી કાંઈ જૂ ૬જ થાય છે.” ધનેશ્વર શ્રેષ્ઠિને અંત સમય સમીપ આવ્યું, ત્યારે પાસે સવન સંબંધી હતા તેમણે શ્રેષ્ઠિને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછયુ. શ્રેષ્ઠિએ કહ્યું કે “પરદેશ ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તે પણ જ્યાં ત્યાં વિખરાયેલું હોવાથી હાર પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ હારા એક મિત્રની પાસે મેં આઠ રત્ન અનામત મૂકયાં છે, તે હાર ચી પુત્રાદિકને અપાવજે.” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યું. પછી સ્વજનેએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી ત્યારે તેમણે પિતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુ માનથી પોતાને ઘેર બોલાવ્યો. અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી, તે પણ લેભી પિતા મિત્રે તે વાત માની નહીં, અને રત્ન પણ આપ્યાં નહિં. પછી તે વિવાદ જાયસભામાં ગયો. સાક્ષિ, લેખ, વગેરે પુરા નહીં હોવાથી રાજા મંત્રી વગેરે ન્યાયાધીશે રને અપાવી શકયા નહિં. આ રીતે સાક્ષિ રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત કહ્યું છે. માટે કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખે છે તે ચારને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે