________________
૧૭૪
[શ્રાદ્ધવિધિ
એક વણિક ધણુવાન અને બહુ ઠગ હતું. પરદેશ જતાં માર્ગમાં તેને ચેરેની ધાડ નડી. ચેરેએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું. “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરે અને અવસર આવે પાછું આપજે. પણ મને મારશે નહિં પછી એ “આ કેઈ પરદેશી મૂર્ખ માણસ છે” એમ ધારી એક જંગલી કાબરચિત્રા વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ લેઈ વણિકને છેડી દીધું. તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછે પિતાને ગામ ગયે. કેટલાક વખત ગયે છતે એક દિવસ તે ચરે વણિકના ગામના કેટલાક શેરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરોને ઓળખી પિતાના દ્રવ્યની માગણી કરી. તેથી કજીઓ થયા, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું. “ દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું ?” વણિકે કોથળામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “ આ હારે સાક્ષિ છે.” ચારેએ કહ્યું. “હારો કે સાક્ષિ છે તે દેખાડ.” વણિકે દેખાડયે ત્યારે ચોરેએ કહ્યું. “તે આ નથી. તે તે કાબરચિત્રા વણને હતો, અને આ તે કાળે છે.” આ રીતે પિતાને મુખેજ રોરોએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષિ રાખવા ઉપર દષ્ટાંત છે. માટે થાપણ મૂકવી, તથા લેવી હોય તે છાની મૂકવી નહીં, તેમ લેવી પણ નહીં, પણ સ્વજનેને સાક્ષિ રાખીનેજ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવવી ચલાવવી પણ નહિં. તે પછી વાપરવાની તે વાત જ શી? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તે તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તે સર્વ સંધના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી.
ઉધાર તેમજ થાપણુ આદિની નેધ તેજ વખતે કરવામાં, લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે–ગાંઠ બાંધવામાં વસ્તુની પરીક્ષા કરવામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, કારણ કે નેંધ વિના સહેજે ભૂલી જવાય છે, અને ભૂલી જવાથી વૃથા ક્લેશ અને કર્મબંધ આદિદેષ માથે આવે છે. રાજ તથા મંત્રીને અનુસવું
પિતાના નિર્વાહને અર્થે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે, તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તે વખતે વખતે પરાભવ આદિ થવાને સંભવ છે. કહ્યું છે કેડાહ્યા પુરૂષે પિતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પિતાના ઉદરપોષણને અર્થે નહિ. કારણ કે રાજાના આશ્રય વિના કણ પિતાનું ઉદરપેષણ કરતું નથી? ઘણું કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠિ આદિ લેકએ પણ રાજાના આશયથી જ જિનમંદિર આદિ અનેક મહાન પુણ્યકૃત્ય કર્યો છે