________________
૧૭
વ્યવહાર શુદ્ધિ ], દરજ ધર્મકૃત્યમાં શક્તિ મુજબ ખર્ચ કરવો.
દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ દૈનિક પૂય કાર્યો તથા સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસર પુણ્ય કાર્ય કરીને પોતાની લાયમી ધમકૃત્યે લગાડવી. સાધર્મિવાત્સલ્ય વગેરે અવસર પુણ્યો ઘણું દ્રવ્યને વ્યય કરવાથી થાય છે, અને તેથી તે શ્રેષ્ઠ અને મહાન કહેવાય છે. અને દરરોજ થતાં પુણ્યો ન્હાનાં કહેવાય છે એ વાત સત્ય છે, તે પણ દરરેજનાં પુ નિત્ય થતાં રહેતાં હોવાથી તેથી હેટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરે પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અલ્પ હોય, તથા બીજા એવાજ કેઈ કારણ હોય તે પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કર. કહ્યું છે કે -- ધન હોય તે ચેડામાંથી થોડું પણ આપવું, પણ ખર્ચવામાં મોટા ઉદયની અપેક્ષા રાખવી. ઈચ્છા માફક દાન આપવાની શક્તિ કયારે તેને મળવાની છે? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજેજ કરવું. પાછલે પહેરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું કારણ કે, મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે, અને કેટલું બાકી રાખ્યું છે.” A દ્રવ્ય ઉપાર્જન કરવાનો પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કર. કેમકે– વણિફ, વેશ્યા, કવિ, ભટ્ટ, ચેર, ઠગારા, અને બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લહમી મળવાથી ઉધમ છોડી ન દે. માઘ કવિએ કહ્યું છે કે-જે પુરૂષ થોડા પિસા મળવાથી પિતાને સારી સ્થિતિમાં આવેલ માને, તેનું દેવ પણ પિતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી, એમ મને ધાગે છે. અતિ લોભ પણ ન કરે. લેકમાં પણ કહ્યું છે કે-અતિ લોભ ન કર, તથા લોભને સમૂળ ત્યાગ પણ ન કર. અતિલોભને વશ થએલો સાગરષ્ઠી સમુદ્રમાં બૂડીને મરણ પામ્યો. હદ વિનાની ઈચ્છા જેટલું ધન કોઈને પણ મળવાને સંભવ નથી. કેઈ ગરીબ રાંક ચક્રવર્તી થવાની ઈચ્છા કરે છે તે ચક્રવર્તાિપણું તેને કઈ વખત મળતું નથી પણ ભેજનવ વિગેરેની ઈચ્છા કરે તે તેની ઈચ્છા મુજબ ભેજન વસ્ત્ર વિગેરે મળી શકે છે. કહ્યું છે કે “ઈચ્છા માફક ફળ મેળવનાર પુરૂષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા રાખવી. લેકમાં પણ પરિમિત પ્રમાણવાળી વસ્તુ માગે તે મળે છે પણ અપરિમિત માગે તે મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથીજ ઈચ્છા રાખવી. જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક ને અધિક જ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુને લાભ ન થવાથી હમેશાં દુઃખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકને અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અહેનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેણીના તથા એવાંજ બીજાં દૃષ્ટાંત અહીં જાણવાં. વળી કહ્યું છે. - કે–માણસના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય. તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાને દાસ થયો તે ત્રણે જગને દાસ સમાજ, અને જેણે આશાને પિતાની દાસી કરી તેણે ત્રણે જગતને પિતાના દાસ કર્યો.'
ગૃહસ્થ પુરૂષે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થ