________________
૧૭૬
શ્રાદ્ધ વિધિ
મનમાં ભય થવાથી કહ્યું કે, “આપણામાં કોઈ અભાગી પુરૂષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહિં જ આવવું.” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મદિરમાં પાછા પ્રવેશ કર્યો. એકવીશ પુરૂષ બહાર નીકળતે નહે. તેને વિશે જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢો. ત્યારે વીસ જણા ઉપર વીજળી પડી. તેઓમાં આ એકજ ભાગ્યશાળી હતે. આ રીતે ભાગ્યશાળી પુરૂપની સાથે જવા ઉપર દષ્ટાંત છે. માટે ભાગ્યશાળી પુરૂષના સાથમાં તેમની સંગાથે જવું. પુત્ર ભાઈ વિગેરેને ગુપ્ત ધન હરહંમેશ બતાવવું,
તથા જે કાંઈ લેણ દેણ હોય, અથવા નિધિ આદિ છોને રાખ્યો હોય તે તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું તેમાં પણ પરગામ જતી વખતે તે અવશ્ય જણાવવું જોઈએ, તેમ ન કરે તે દુદેવના યોગથી જે કદાચિત્ પરગામે અથવા માર્ગમાં પોતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ પુત્ર વગેરેને વૃથા દુઃખ ભોગવવું પડે. સલાહ સંપ પૂર્વક બહારગામ જવું તથા બીજી પણ યોગ્ય વસ્તુઓને વિચાર કર.
વિવેકી પુરૂષે પરગામ જતી વખતે ધનાદિકની યથા યોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વે લોકેને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વે સ્વજનની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે–જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરૂષોનું અપમાન કરી, પિતાની સ્ત્રીને કટુ વચન કહી, કોઈને તાડના કરી તથા બાળકને રેવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાને વિચાર કરતાં જે પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તે તે કરીને જવું. કર્યું છે કે–ઉત્સવ, ભોજન હેટું પર્વ તથા બીજું પણ સર્વ મંગલ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય છે અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય તે પરગામે ગમન ન કરવું. એમજ બીજી વાતે પણ શાસ્ત્રાનુસારથી વિચાર કરે. વળી કહ્યું છે કે૧ દૂધનું ભક્ષણ, સ્ત્રીસંગ, સ્નાન, પિતાની સ્ત્રીને તાડના, વમન તથા ચૂકવું એટલાં વાનાં કરીને તથા આદેશ વચન સાંભળીને પરગામે ન જવું. ૨ હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શકુન થતા ન હોય તે પરગામે ન જવું ૩ પોતાના સ્થાનકની કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુને પગ આગળ મૂકવે. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણ પુરૂષ, રાજા ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગએલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પોતે જવું. ૫ પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંગલ, નાંખી દીધેલું ઉવટણું, સ્નાનનું ઉદક, રૂધિર અને મડદુ એટલાં વાનાં ઉલંધીને ગમન નકરવું. ૬થંક. ગ્લેમ, વિષા, મૂત્ર, પ્રજવલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાલી પુરુષે કેઈ કાલે પણ ઉલ્લંઘન કરવાં. ૭ વિવેકી પુરૂષે નદીના કાંઠા સુધી, ગાય બાંધવાના સ્થાનક