________________
૧૩૪
[ શ્રાદ્ધવિધિ
થાવસ્ત્રાપુત્રની કથા, કુમારપાળ રાજા શ્રીહેમસૂરિના સદુપદેશથી બોધ પામ્યા એ વાત પણ પ્રસિદ્ધ છે.
દ્વારિકા નગરીમાં કઈ સાર્થવાહની થાવસ્થા નામે સ્ત્રી ઘણું દ્રવ્યવાન હતી. તેને પુત્ર થાવસ્થા પુત્ર એ નામે ઓળખાતું. બત્રીસ કન્યા પર હતો, એક સમયે શ્રીનેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબંધ પામે. થાવસ્થા માતાએ ઘણે વાર્યો, તે પણ તેણે દીક્ષા લેવાને વિચાર માંડી વાળ્યો નહિ. ત્યારે તે થાવચ્ચ માતા પુત્રના દિક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિન્હ કૃષ્ણ પાસે માગવા ગઈ. કૃષ્ણ પણ થાવસ્થાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહિં. વિષયસુખ ભગવ.” થાવસ્યા પુત્રે કહ્યું કે, “ભય પામેલા માણસને વિષયભેગ ગમતા નથી.” કૃષ્ણ પૂછયું. “મારા છતાં તને ભય શાને? થાવચ્ચા પુત્રે કહ્યું, “મૃત્યુને. પછી કૃષ્ણ પિતે તેને દિક્ષા ઉત્સવ કર્યો. થાવસ્ત્રાપુને એક હજાર શ્રેણી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂવ થયો, અને સેલક રાજાને તથા તેના પાંચસે મંત્રીઓને શ્રાવક કરી સૌગંધિકા નગરીમાં આવ્યો, તે સમયે વ્યાસને પુત્રશુકનામે એક
એક વખત આમરાજાની સભા આગળ નટનું ટોળું નાચ કરતું હતું તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમ તેમાં મોહમુગ્ધ બન્યા. અને તેના રૂપમાં આકર્ષાઈ તેના રૂપનો વર્ણનાત્મક એક શ્લેક બેલી ઉઠે. સૂરિ મહારાજને આની ખબર પડી, તેમણે આમને સમજાવવા જળની અક્તિવાળ શ્લોક તેના પ્રાસાદમાં ભારવટ ઉપર લખાવ્યો. શ્લોક વાંચી રાજાને પોતાના કાર્ય માટે શરમ આવી અને તેના પ્રાયશ્ચિત્ત માટે તપાવેલી પુતળીને ભેટવા તૈયાર થયે. સૂરિને ખબર પડતાં તેને સમજાવ્યું કે “હે રાજન! તે પાપને સંકલ્પ કર્યો છે. તેથી તેનું પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ કરી, ધર્મ આરાધ, પણ વૃથા જીવન ગુમાવી ન દે” રાજાએ ત્યારપછી ગુરૂ મહારાજ પાસે વતે ગ્રહણ કર્યા અને ધર્મમાં રક્ત બને.
આમ રાજાને પિતાને પૂર્વભવ જાણવાની ઈચ્છા થઈ અને તેણે “હું પૂર્વભવમાં કહ્યું હતું ? તેમ ગુરૂ મહારાજને પુછયું. ગુરૂએ તેને કહ્યું કે હે રાજા ! તું પૂર્વભવમાં તાપસ હતો. તે એકાંતર ઉપવાસ વડે દેઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવે રાજા થયો છે તેની પ્રતીતિ માટે કલિંજરગિરિની તળેટીમાં રહેલ શાલવૃક્ષ નીચે અદ્યાપિ તારી જટા પડેલી છે.” રાજાએ સેવકે દ્વારા જટા મંગાવી તેને પૂર્વભવ યાદ આવ્યા. ગુરૂ મહારાજની સાનિધ્યતામાં સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થે આવ્યો અને દીગંબરીઓએ બથાવી પાડેલ તે તીર્થ શ્વેતાંબરીઓને પાછું અપાવ્યું. ઈત્યાદિ વિસ્તાર ચતુર્વિશતિ પ્રબંધમાં છે. ૨૭ કુમારપાલની કથા-હેમચંદ્રાચાર્યે એક વખત રાજસભામાં કહ્યું
धर्मो जीवदया तुल्यो, न क्वापि जगतीतले
तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः (આ જગતમાં જીવદયા તુલ્ય કે ધર્મ નથી. માટે માણસોએ સર્વ પ્રયત્નથી જીવદયાનું પાલન કરવું જોઈએ.)