________________
૧૬૪
[ શ્રાદ્ધવિધિ
અંતરાય કરે, એ ઢંઢણકુમારાદિકની પેઠે બહુ દુસહ છે. | સર્વ પુરૂષએ તેમાં પણ ખાસ કરી વણિજનેએ સર્વથા સંપ સલાહથીજ પોતાનું સર્વ કામ સાધવું; કેમકે–“સામ, દામ, દંડ અને ભેદ એ કાર્ય સાધન કરવાના ચાર ઉપાય પ્રસિદ્ધ છે, તે પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે, અને બાકીના ઉપાયત કેવળ નામના જ છે. જે કોઈ તીક્ષણ તથા ઘણા ક્રૂર હોય, તે તે પણ સામથી વશ થાય છે. જુઓ, જીહામાં ઘણી મીઠાશ હોવાથી કઠોર દાંત પણ દાસની પેઠે તેની (જીભની) સેવા કરે છે. લેહેણ દેણના સંબંધમાં જે ભ્રાંતિથી અથવા વિસ્મરણ વગેરે થવાથી કાંઈ વાં પડે તે માટે માંહે નકામો વિવાદ (ઝઘડો) ન કરે. પરંતુ ચતુર, લેકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર પાંચ પુરૂષે નિષ્પક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તો તેને અંત આવે નહીં. વળી કહ્યું છે કે-“સગા ભાઈઓમાં વિવાદ હોય, તે પણ તેને પારકા પુરૂષો જ મટાડી શકે છે. કારણ કે ગુંથાઈ ગએલા વાળ કાંસકીથીજ જુદા થઈ શકે છે.
ન્યાય કરનારા પુરુષોએ હંમેશાં પક્ષપાત મૂકી મધ્યસ્થ વૃત્તિ રાખીને ન્યાય કરવો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધર્મી આદિનું કાર્ય હોય ત્યારે તે સારી પેઠે સર્વ વાતને વિચાર કરીને કરે. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું, કારણકે કોઈપણ જાતના લાભ વિના જેમ તેમ ન્યાય કરવામાં આવે છે તેથી જેમ વિવાદને ભંગ થાય છે અને ન્યાય કરનારને હેટાઈ મળે છે, તેમ તેથી એક મહેટે દોષ પણ ઉત્પન્ન થાય છે. તે એ રીતે કે ન્યાય કરનારના ધ્યાનમાં ખરી બીના ન આવવાથી કોઈને દેવું ન હોય તેની સાથે પડે છે, અને કેઈનું ખરું દેવું હોય તે ભાગી જાય છે. ખરી વસ્તુ ન જાણવાથી ખોટા ન્યાય કરવા ઉપર એક શેઠની કથા–એકશ્રેષ્ઠિ હેટાઈના અને બહુમાનના અભિલાષથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેને બાળવિધવા પણ ઘણું સમજુ એવી એક પુત્રી હતી, તે હમેશાં શ્રેષ્ઠિને તેમ કરતાં કે, પણ તે તેનું કહ્યું માને નહિં. એક વખત શ્રેષ્ઠિને બંધ કરવાને અર્થે પુત્રીએ બેટો ઝઘડો માંડ. તે એ રીતે કે, “પૂર્વે થાપણ મુકેલા હારા બે હજાર સેનિયા આપે, તે જ હું ભજન કરૂં.” એમ કહીને તે શ્રેષ્ઠિપુત્રી લાંઘણ કરવા લાગી. કેઈ પણ રીતે
૪૦. ઢંઢણ કુમાર એ કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. પૂર્વભવે આહારમાં અંતરાય કરવાથી તે જ્યાં ભિક્ષા લેવા જતા ત્યાં નિર્દોષ ભેજન મળતું ન હતું. એક વખત ઉત્કૃષ્ટા અણુગાર તરીકે નેમિનાથ ભગવાને તેમની પ્રશંસા કરી. ભગવાનને વાંરી કૃષ્ણ પાછા ફરતા હતા તે વખતે ઢંઢણમુનિને તેમણે જોયા. હસ્તિ ઉપરથી ઉતરી કૃષ્ણ વંદન કર્યું. કેઈ ભાવિક શ્રાવકે ઢંઢણુને પ્રતિલાલ્યા. ગોચરી લાવી ભગવાનને બતાવી અને પુછયું કે મારું પૂર્વનું અંતરાય કમ વિચ્છેદ પામ્યું કે શું? ભગવાને કહ્યું, “આ તમારા કર્મના વિચ્છેદનું ફળ નથી પણ કૃષ્ણ વદ્યા તેથી આ શિક્ષા મળી છે ઢંઢણ તે આહાર પરડવવા ચાલ્યા. પરઠવતાંજ અંતરાય કર્મ તુટયું અને ભાવના વૃદ્ધિ પામી કેવળ પ્રાપ્ત થયું.