________________
૧૬૮
[ શ્રાદ્ધવિધિ
હસ્ય. ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો, અને રૂદન કરવા લાગ્યો. વાઘે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે તેને કહ્યું કે, “હે વાઘ ! પિતાની જાતિ મૂકીને જે લોકે પરજાતિને વિષે આસક્ત થાય છે, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરું છું કે, તે જડ લોકોની શી ગતિ થશે ?”
પછી રાજપુત્રને તેણે ગાંડો કર્યો. ત્યારે રાજપુત્ર “વિસેમિા, વિસેમિ" એમ કહેતે જંગલમાં ભટકવા લાગ્યું. રાજપુત્રને ઘેડો એકલેજ નગરમાં જઈ પહોંચે. તે ઉપરથી નંદરાજાએ શેખેળ કરાવી પિતાના પુત્રને ઘેર આણ્યો. ઘણા ઉપાય કર્યા છતાં પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયો નહિં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યો. “જે રાજપુત્રને સાજો કરે તેને હું હારું અર્ધ રાજ્ય આપીશ.” એ ઢઢરે પીટાવવાને રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ, હારી પુત્રી થેડું ઘણું વૈદ્યક જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યો. ત્યારે પડદાની અંદર બેસી રહેલાં શારદાનંદને કહ્યું કે, “વિશ્વાસ રાખનારને ઠગવું એમાં શી ચતુરાઈ તથા ખોળામાં સૂતેલાને મારે એમાં પણ શું પરાક્રમ ?” શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્ર “વિસેમિરા” એ ચાર અક્ષરમાંથી પ્રથમ અક્ષર વિ મૂકે. “સેતુ (રામે બંધાવેલી સમુદ્રની પાળ) જેવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાતકથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જેવાથી અથવા સંગમ સ્નાનથી પણ શુદ્ધ થતું નથી.” આ બીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધું. “મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતજ્ઞ, ચેર અને વિશ્વાસપાત કરનાર એ ચારે જણ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે, ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂકો. “રાજન ! તું રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતા હોય તે સુપાત્રે દાન આપ. કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે રા અક્ષર મૂકો. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દિવાનની પુત્રી સમજતે હતે, તેથી તેણે તેને પૂછયું કે, “હે બાળા ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાઘની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે?” રાજાએ એમ પૂછયું, ત્યારે શારદાનંદને કહ્યું કે, “હે રાજન ! દેવ ગુરૂના પ્રસાદથી હારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીને તલ જાયે, તેમ આ વાત પણ હું જાણું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયો અને કહેવા લાગ્યું કે, “શું શારદાનંદન!” અને સામો હા ને જવાબ મળતાં બન્નેને મેળાપ થયો, અને તેથી બંને જણાને ઘણે આનંદ થયો. આ રીતે વિશ્વાસઘાત ઉપર “વિસેમિરાનું દષ્ટાંત કહ્યું છે.