________________
આજીવિકાના પ્રકારે]
૧૪૯
પુરૂના મિત્ર જોશી જાણવા.” જોકે વ્યાપારમાં વ્યાપાર ગાંધીનેજ સરસ છે. કારણકે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સે ટકે વેચાય છે. આ સર્વ વાત સાચી છે. વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ એ નિયમ છે કે, જેને જે કારણુથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે–“સુભટો રણ સંગ્રામની, વિદ્યો હેટા મોટા ધનવંત લોકેની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણની અને નિગ્રંથ મુનિઓ લોકમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાન જે વૈદ્ય લોક માંદા પડવાની ઈચ્છા કરે છે. રેગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવીને દ્રવ્ય લોભથી ઉલટી તેની હાની કરે છે; એવા વૈદ્યના મનમાં દયા કયાંથી હોય?” કેટલાક વૈદ્ય સાધર્મિ, દરિદ્રી, અનાથ અને મરણને કાંઠે આવેલા એવા લકે પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઇચ્છે છે. અભવ્ય વસ્તુઓ પણ ઔષધમાં નાંખી રેગીને ખવરાવે છે અને દ્વારિકાના અભવ્ય વેદ્ય ધવંતરિની પેઠે જાત જાતનાં ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે. જ્યારે કેટલાક શેડો લોભ રાખનારા, પરોપકારી અને સારી પ્રકૃતિના જે વૈદ્યો હોય છે, તેમની વૈદ્યવિદ્યા રૂષભદેવ ભગવાનના જીવ છવાનંદ વૈદ્યની પેઠે ઈહલકે તથા પરલેકે ગુણકારી જાણવી. ૩ ખેતી તથા ૪ પશુ રક્ષાવૃત્તિ
હવેખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિના પાણીથી તથા ત્રીજી અને–વર્ષાદ તથા કુવાના પાણીથી થનારી, ગાય, ભેંસ, બકરી, ઉંટ, બળદ, ઘેડા, હાથી વગેરે જાનવર પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે હાથીના દાંતને વિષે રાજાએની લહમી, બળદના ખંધ ઉપર ખેડૂત લોકેની, ખગની ધારા ઉપર સુભટની લહમી તથા શણગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષમી રહે છે કદાચિત બીજી કાંઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાને સમય ક્ષેય વગેરે બરાબર ધ્યાનમાં રાખવાં. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તે મનમાં ઘણું દયા રાખવી; કેમકે “જે ખેડુત વાવવાને વખત, ભૂમિને ભેગ કે છે? તે, તથા તેમાં ક પાક આવે? તે જાણે, અને માર્ગમાં આવેલું ખેતીથી અસાધ્ય ખેતર મૂકી દે, તેને ઘણું લાભ થાય છે તેમજ જે માણસ દ્રવ્ય પ્રાપ્તિને અર્થે પશુરક્ષા વૃત્તિ કરતા હોય, તેણે પોતાના મનની અંદર રહેલે દયાભાવ છેડો નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પતે જાગૃત રહી છવિચ્છેદ વગેરે વજેવું. ૫ શિલ્પના એ પ્રકારે, તેમજ શિલ્પ અને કર્મમાં તફાવત.
હવે શિલ્પકળા સો જાતની છે, શાસ્ત્રમાં કહ્યું છે કે—કુંભાર, લુહાર, ચિત્રકાર, સૂતાર. અને હજામ એ પાંચનાં પાંચ શિલ્પજ (કારીગરી) મુખ્ય છે. પછી એકેક શિલ્પના વીસ વીસ પેટા ભેદ ગણતાં સર્વ મળી સે ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા
- નાક વિંધવા વગેરે.