________________
૧૫૮
[ શ્રાદ્ધ વિધિ
અથવા ભૂખ લાગે ત્યારેજ ખાવુ એટલે સવ મીઠું'જ વાગે. ૫ સુખેજ નિદ્રા કરવી એટલે જ્યાં કોઇ પ્રકારની શકા ન હેાય, ત્યાંજ રહેવુ એટલે ત્યાં સુખે નિદ્રા આવે. અથવા આંખમાં નિદ્રા આવે, ત્યારેજ સૂઈ રહેવું, એટલે સુખે નિદ્રા આવે, ૬ ગામે ગામ ઘર કરવુ' એટલે ગામે ગામ એવી મૈત્રી કરવી કે, જેથી પેાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાદિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તેા ગંગાતટ ખેાદવા એટલે હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય આંધાય છે, તે ભૂમિ ખાદ્યવી જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે. ” સામદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવા સાંભળી મુગ્ધશ્રેષ્ટિએ તે પ્રમાણે કર્યું. તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે. આથી ઉધારના વ્યવહાર નજ રાખવા. કદાચિત્ તે વિના ન ચાલે તે સત્ય ખેલનાર લેાકેાની સાથેજ રાખવા.
ચેાગ્ય વ્યાજ લેવું, દેવું ન રાખવું અને અશક્ત દેવાદારને પજવવા નહિ'
વ્યાજ પણ દેશ, કાળ આદિના વિચાર કરીનેજ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ડ લાકમાં આપણી હાંસી ન થાય. દેવાદાર શ્રાવક હાય તા તેણે પણ કહેલી મુદ્દતની અંદરજ દેવ' પાછું આપવું. કારણકે માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપરજ આધાર રાખે છે; કેમકે-જેટલાં વચનના નિર્વાહ કરી શકેા, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધા મા માં મૂકવા ન પડે, તેટલાજ ભાર પ્રથમથી ઉપાડવા.' કદાચિત્ કાંઈ આર્ચિતા કારણથી ધનની હાની થઈ જાય. અને તેથી કરેલી કાળ મર્યાદામાં ઋણુ પાછું ન વાળી શકાય, તે કટકે કટકે લેવાનું કબૂલ કરાવી લેણદારને સતાષ કરવા. એમ ન કરે તેા વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધા પડે.
વિવેકી પુરૂષે પોતાની સર્વ શકિતથી ઋણ ઉતારવાના પ્રયત્ન કરવા. આ ભવે અને પરભવે દુઃખ દેનારૂ ઋણ ક્ષણમાત્ર પણ માથે રાખે એવા કાણુ મૂઢમતિ હાય ? કહ્યું છે કે—ધર્મના આરંભ, ઋણ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુના ઉચ્છેદ, અને અગ્નિના તથા રાગના ઉપદ્રવ મટાડવા એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મન કરવું, ઋણ ઉતારવું અને કન્યાનુ' (દીકરીનું) મરવુ એ ત્રણવાનાં પ્રથમ દુઃખ દઇને પાછલથી સુખ આપે છે.' પેાતાનું ઉત્તરપાષણ કરવાને પણ અસમર્થ હોવાથી જો ઋણુ પાછુ આપી ન શકાય તેા, પેાતાની ચેાગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ઋણુ ઉતારવું. એમ ન કરે તે આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડા, ખળદ, ઊંટ, ગર્દભ, ખચર, અશ્વ પ્રમુખ થવું પડે. શાહુકારે પણ ઋણુ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહિ. કારણ કે, તેથી ફાગઢ સ’કલેશ તુથા પાપની વૃદ્ધિ માત્ર થવાના સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “ તારે આપવાની શક્તિ આવે ત્યાર મ્હારૂં તારી ઋણુ આપજે અને ન આવે તે મ્હારૂં એટલું દ્રન્ચ ધમ ખાતે થાઓ. ” દેવાદારે ઘણા