________________
વ્યવહાર શુદ્ધિ ]
૧૬૧
રોગથી મરણ પામ્યો. “શ્રેષ્ટિને પુત્ર નથી” એમ જાણું રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું. આથી મેલાદેવી પિતાને પિયર ળકે ગઈ. ગર્ભના પ્રભાવથી મેલાદેવીને અમારી પડહ વગડાવવાને દેહલે ઉત્પન્ન થયો. તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવે પુત્ર થયો. તેનું અભય નામ રાખ્યું પણ લોકમાં “આભડ” એ નામે પ્રખ્યાત થયે. પાંચ વર્ષને થયો ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકેએ તેને “નબાપ, નબાપ” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી, તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પરણ્ય. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કેટધ્વજ થશે. અને તેને ત્રણ પુત્ર થયા.
અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ નિધન થયો. પિતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પિતે મણિહારની દુકાન ઉપર મણિ વિગેરે ઘસવાના કામ ઉપર રહ્યો. એક સમયે આભડ શ્રીહેમચંદ્રસૂરિજી પાસે પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઉભે થયો. દ્રવ્ય પરિમાણુને બહુજ સંક્ષેપ કરેલો જોઈ શ્રીહેમચંદ્રાચાર્ય જીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે એક લાખ દ્રમ્મનું અને તેને અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણું રાખ્યું. પરિમાણ કરતાં જે વધુ ધન આદિ થાય છે તેને તેણે ધર્મ કાર્યે વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં એક વખત તેણે પાંચ દ્રમ્મ બચાવ્યા. '
એક સમયે આભડે આ પાંચ દ્રશ્ન આપી એક બકરી વેચાતી લીધી. ભાગ્યના ઉદયથી બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો, તે આભડે ઓળખ્યો. તેના ટુકડા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તયાર કરાવ્યાં. તેથી અનુક્રમે તે પૂર્વે હતું તે ધનવાન થયો, અને ધન વાપરવા લાગ્યો. આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંત સમય નજદીક આવ્યો, ત્યારે આભડે ધર્મખાતાને ચેપડો વંચાવ્યો, તેમાં ભીમરાજાના સમયમાં અઠ્ઠાણું લાખ ટ્રમ્પને વ્યય થએલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દીલગીર થઈને કહ્યું કે, “મેં કૃપણે એક કોડદ્રમ્પ પણ ધર્મકાર્ય વાપર્યા નહીં.” તે સાંભળી આભડના પુત્રએ તે જ સમયે દશલાખ દ્રમ્મ ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક ક્રોડ અને આઠ લાખ દ્રમ્મ ધર્મ ખાતે થયા. વળી બીજા આઠ લાખ વધુ દ્રમ્મ ધર્મને માટે વાપરવાને આભડના પુત્રએ નિશ્ચય કર્યો. પછી કાળ સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયે. આ રીતે આભડને પ્રબંધ કહ્યો છે.
પૂર્વભવે કરેલા દૂષ્કતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી કદાચ ન આવે, તે પણ મનમાં ધિરજ રાખવી. કારણકે, આપત્કાળ રૂ૫ સમુદ્રમાં ડુબતા જીવને ધિરજ વહાણ સમાન છે. કેમ કે જગતમાં સર્વે દિવસ સરખા ના રહે છે? કહ્યું છે કે –“આ
૧ર