________________
વ્યવહાર શુદ્ધિ ]
- ૧૫૯ કાળ સુધી અણને સંબંધ માથે ન રાખો. કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય છે, આવતે ભવે પાછા બે જણાને સંબંધ થઈ વેર વગેરે વધે છે. ભાવડ શ્રેઠિને પૂર્વભવના અણુના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે – પૂર્વભવના ઋણ સંબંધ ઉપર ભાવડ શ્રેષ્ઠિની કથા
ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો તે વખતે ખોટા સ્વમ આવ્યાં, તથા શ્રેષ્ઠિની સ્ત્રીને દેહલા પણ ઘણાજ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણા અપશુકન થયા. સમય પૂર્ણ થએ શ્રેષ્ઠિને ત્યાં મૃત્યુ યોગ વખતે પુત્રને જન્મ થયો. આ દુષ્ટ પુત્ર રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો ત્યારે તે બાળકે પ્રથમ રૂદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માગું છું, તે આપ. નહિં તે તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠિએ પુત્રનો જન્મોત્સવ કરી છઠે દિવસે એક લાખ સેનૈયા વાપર્યા, ત્યારે તે બાળક મરણ પામ્યો. એજ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોને યા આપ્યા ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વમ તથા શુકન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “હારે ઓગણીશ લાખ નયા લેવા છે.” એમ કહી તેણે મા બાપ પાસેથી ગણીશ લાખ સોનૈયા ધર્મખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સેનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ત્રાષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચકકેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ સેનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણુમાં ભરીને શત્રુંજયે ગયે. ત્યાં લેમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી ૨નની પ્રતિમાઓ સ્થાપન કરી. આ રીતે ત્રણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠિની કથા છે.
ત્રણના સંબંધથી પ્રાયે કલહ તથા વેરની વૃદ્ધિ પરભવ વગેરેમાં પણ થાય છે, તે વાત લેકમાં પ્રસિદ્ધ છે. માટે ત્રણ સંબંધ ચાલતા ભવમાંજ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવો ન જોઈએ.
બીજું, વ્યવહાર કરતાં જે દ્રવ્ય પાછું ન આવે, તે મનમાં એમ જાણવું કે, તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પાછું ન મળે તેને ધર્માર્થે ગણવાને માર્ગ રહે, તે માટેજ વિવેકી પુરૂષે “સાધર્મિ ભાઈઓની સાથેજ મુખ્ય માર્ગે વ્યવહાર કરે એ ચગ્ય છે. કારણકે તેને ત્યાં રહેતો ધર્માર્થે ચિંતવ્યાનું સાર્થક ગણાય પણ મ્લેચ્છ આદિ અનાર્ય લોકે પાસે લેહેણું હોય, અને તે જે પાછું ન આવે તે તે દ્રવ્ય ધર્માર્થે છે, એવું ચિંતવવાને કાંઈ અર્થ નથી, ત્યાં તે તેને કેવળ ત્યાગજ કરે, અર્થાત્ તેના ઉપરથી પિતાની મમતા છોડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે, તે તે શ્રીસંઘને ધમાથે વાપરવાને અર્થે સોંપવું. ધન શક્ય વિગેરે ખવાય તે તેને વાસરાવવાં.
તેમજ દ્રવ્ય, શા આયુધ આદિ અથવા બીજી પણ કઈ વસ્તુ ખોવાઈ જાય, અને પાછી મળવાનો સંભવ ન રહે. ત્યારે એનો પણ ત્યાગ કરવો જોઈએ. અર્થી તેને સિરાવી નાખવી જોઈએ. એમ કરવાનું કારણ એ છે કે જે ચિર