________________
૧૫૬
[ શ્રાદ્ધ વિધિ
-
w
છે. તેમાં દ્રવ્યથી પંદર કર્માદાન આદિના કારણ રૂપ વ્યાપાર સર્વથા વર્જ. કહ્યું છે કે –“ધર્મને પીડા કરનારી તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારી વસ્તુઓ ઘણે લાભ થતો હોય, તે પણ પુણ્યાથી લોકોએ કદિ ન વેચવી કે ન રાખવી.” તૈયાર થએલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય, તેમ હંમેશાં ચાલવું. દુર્ભિશ આદિ આવે અને બીજા કેઈ વ્યાપારથી નિર્વાહ ન થતો હોય તે, ઘણા આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચ્છા તે મનમાં ન જ રાખવી. તે પ્રસંગ આવે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરૂની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજજા રાખીને જ તેવાં કાર્ય કરવાં. સિદ્ધાંતમાં ભાવ શ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે, “સુશ્રાવક તીવ્ર આરંભ વજે અને તે વિના નિર્વાહ ન થતું હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખવા પૂર્વક કેવળ નિર્વાહને અર્થેજ તીવ્ર આરંભ કરે પણ આરંભ પરિગ્રહ રહિત એવા ધન્ય જીની
સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખ. જે મનથી પણ કઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે. એવા મહા મુનિઓને ધન્ય છે કે ત્રણ કટિયે શુદ્ધ આહાર ગ્રહણ કરે છે.” “નહીં દીઠેલું તથા નહીં “પારખેવું કરિયાણું ગ્રહણ જે ન કરવું, તથા જેને વિષે લાભ થાય કે, ન થાય એવી શંકા હેય, અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થયેલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી–ભાગથી લેવું. એટલે વખતે ટેટે આવે તે સર્વેને સરખે ભાગે આવે, કહ્યું છે કે- વ્યાપારી પુરૂષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતા હોય તે તેણે કરિયાણું દીડા વિના બડનું ન આપવું, અને આપવું હોય તે બીજા વ્યાપારીઓની સાથે આપવું.”
ક્ષેત્રથી તે જ્યાં સ્વચક, પરચક્ર, માંદગી અને વ્યસનાદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હેય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરે. બીજે બહુ લાભ થતો હોય તે પણ ન કરે. કાળથી તે બાર માસની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, અને પર્વતિથિઓ વ્યાપારમાં વર્જવી, અને વષાદિ ઋતુ આશ્રયિ જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જ. કઈ ઋતુમાં ક વ્યાપાર વર્જ? તે આ ગ્રંથમાંજ આગળ કહીશું.
ભાવશુદ્ધિ ઉધાર ન આપવું
ભાવથી તે વ્યાપારના ઘણું ભેદ છે. તે આ રીતે-ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે એમની સાથે છેડો વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતો નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લોકથી ડર રાખવું પડે, તેવા શસ્ત્રધારી આદિ લોકેની સાથે છેડે વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કે–ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કઈ કાળે પણ વ્યવહાર ન રાખ.” તથા
અભાવશુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં રાખવાયોગ્ય અનેક તકેદારીઓ અને કરવાગ્ય કરણીને અહિં જણાવવામાં આવેલ છે.