________________
૧૫૪,
[ શ્રાદ્ધ વિધિ ૭. ભિક્ષાના પ્રકારે મુનિઓને ભિક્ષા માતા સમાન છે. તે સિવાય ભિક્ષાથી આજીવિકા કરનારા નિંદાપાત્ર ગણાય છે.
સેનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઇત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગ પરિત્યાગ કરનારા મુનિરાજની ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કહ્યું છે કે– હે ભગવતિ ભિક્ષે! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કલ્પવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તે નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકીની સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે કેમકે “માણસ જ્યાં સુધી ઢથી “આપ” એ શબ્દ બેલે નહીં, એટલી માગણી કરે નહીં ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લગ્ન, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં હલકું છે. રૂ તૃણ કરતાં હલકું છે અને યાચક તે તૃણ અને રૂ બને કરતાં પણ હલકે છે, ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતે નથી? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એ ભય રહે છે કે, હું એને (યાચકને) લઈ જાઉં તે મારી પાસે પણ એ કાંઈ માગશે? રેગી, ઘણા કાળ સુધી હંમેશાં પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે.” ભિક્ષા માગીને નિર્વાડ કરનારે માણસ નિષ્કાળજી, બહુ ખાનારે, આળસુ અને ઘણી નિંદ્રા લેનાર બને છે અને તેથી જગતમાં તદ્દન નકામો ગણાય છે. વળી એમ પણ વાર્તા કહેવાય છે કે
કઈ ભિખારીને ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે રહેવું ઘાલ્યું. ત્યારે ઘણા કે લાહલ પૂર્વક કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણું ભિક્ષા મળશે. પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મોટું ઘાલ્યું, તેથી રખેને એનામાં મારા ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવે, અને તમને નકામો થઈ પડે ! માટે મને બહુ દીલગીરી થાય છે.” અષ્ટકચ્છમાં બતાવેલ ત્રણ પ્રકારની ભિક્ષા.
શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે આ રીતે – “તત્વના જાણુ પુરૂષોએ ૧ સર્વ સંપન્કરી, ૨ પૌરૂષશ્રી, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ગુરૂની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને યાજજીવ સર્વ આરંભથી નિવૃત્ત પામેલા સાધુઓની ભિક્ષા સર્વ સં૫ર્કરી કહેવાય છે. જે પુરૂષ પાંચ મહાવ્રતનો અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તેની અને સાવદ્ય આરંભ કરનાર ગૃહસ્થની ભિક્ષા વિરૂષદની કહેવાય છે. કાણુ કે તે મૂઢ સાધુ અગર શ્રાવક શરીર પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે છે તેથી તેને પુરૂષાર્થ નાશ પામે છે. અને ધર્મની લઘુતા ઉત્પન્ન કરે છે. દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા કે જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી, એ લેકે જે પિતાની આજી.